- અંજનાબેન ત્રીવેદીએ ચાણોદ પોલીસ મથક ખાતે અજાણ્યા ગઠીયા સામે ફરિયાદ નોંધાવી
ડભોઇ તાલુકાનાં કરનાળી ખાતે આવેલ યાત્રાધામ કુબેર ભંડારી મહાદેવના મંદિરે અમાસનાં દિવસે દર્શન કરવા માટે ગયેલી વડોદરાની મહિલાનાં ગળામાંથી ગઠિયો 2 તોલા વજનનો સોનાનો અછોડો તોડી ફરાર થઇ ગયો હતો. રૂપિયા 45 હજારની કિંમતની સોનાની ચેઇન ગુમાવનાર મહિલા અમાસનાં દિવસે દર્શન કરવા ગઇ હતી. તે સમયે ભારે ભીડ હોઇ એટલે ગઠિયાએ ભીડનો લાભ લઇ સોનાની ચેઇન તોડી રચક્કર થઇ ગયો હતો.
મળેલી માહિતી પ્રમાણે વડોદરા શહેરનાં મકરપુરા વિસ્તારમાં આવેલ સ્વસ્તિક ચેમ્બર ખાતે 59 વર્ષીય અંજનાબેન મનુભાઇ ત્રિવેદી પરિવાર સાથે રહે છે. તેઓ તાજેતરમાં અમારાનાં દિવરો કરનાળી સ્થિત કુબેર ભંડારી મહાદેવનાં દર્શન કરવા માટે ગયા હતા. અમાસનાં કારણે મંદિરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ હતી અને મેળા જેવો માહોલ હતો. અત્રે નોંધનીય છે કે, અમાસનાં દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે જત્તા હોય છે.
કોઇ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ અંજનાબહેન ત્રિવેદી અમાસનાં કારણે મંદિરમાં શ્રદ્ધાળુઓની લાંબી લાઇન હતી. તેઓએ મંદિરની બહારથી જ દર્શન કર્યા બાદ પાર્કિંગમાં આવી ગયા હતા અને પાર્કિંગ નજીક શેરડીનાં રસની લારી પર તેઓ રસ પીવા ઊભા રહ્યા હતા. રસ પીધા બાદ ખાનગી વાહનમાં ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન પોતાના ગળામાં રૂપિયા 45 હજારની કિમતની 2 તોલાની સોનાની ચેઇન ન દેખાતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. બનાવ અંગે અંજનાબેન મનુભાઇ ત્રીવેદીએ ચાણોદ પોલીસ મથક ખાતે અજાણ્યા ગઠીયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. કરનાળી ખાતે બનેલા આ બનાવે ચકચાર જગાવી મૂકી હતી.