- કોઈ કારણસર કિશોરે ઘરે ફાંસો ખાઈ મોતને વહાલું કરવા પ્રયાસ કરતાં પરિવારે બેહોશ હાલતમાં સારવાર માટે ખસેડતાં તેનું મોત નીપજ્યું હતું
વડોદરાના આજોડ ગામના 17 વર્ષે કિશોરે ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે.
વડોદરા તાલુકાના આજોડ ગામના કિશોરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ગામમાં ગમગીની છવાઈ છે. કિશોર આજોડ પ્રાથમિક શાળાની નજીકમાં રહેતા 17 વર્ષના એક કિશોરે કોઈ કારણસર પોતાના ઘરે 29મી તારીખે બપોરે 12.30 વાગ્યે ગળાફાંસો ખાઈ મોતને વહાલું કરવા માટે પ્રયાસ કર્યો હતો. તેની જાણ પરિવારજનોને થઈ હતી તેથી બેહોશ હાલતમાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. મંજુસર પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.