ગુજરાતના રાજ્યમાં અગાઉ લેવાયેલી ટેટની પરીક્ષામાં ક્વોલિફાય થયેલા 60 હજાર શિક્ષકોએ ગતરોજ અમદાવાદ શહેર-ગ્રામ્ય, સુરત અને વડોદરાના 225 કેન્દ્રો પર ટેટની મુખ્ય પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં સવારે 10:30થી 1ના પેપર-1માં 60,573 ઉમેદવારોમાંથી 1080 ઉમેદવાર ગેરહાજર રહ્યા હતા, જયારે બપોરે 3 વાગ્યાથી 6 વાગ્યાના પેપર-2માં 60,573 ઉમેદવારોમાંથી 1115 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. એટલે પેપર-1માં 98 ટકા અને પેપર-2માં 97 ટકા હાજરી નોંધાઈ હતી.
વડોદરાના 41 કેન્દ્રો પર ટેટની મુખ્ય પરીક્ષા યોજાઈ હતી. જેમાં સવારના તબક્કામાં કોમન પેપર માટે લેવામાં આવેલી પરીક્ષામાં 10760 પૈકી 154 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા, જયારે બપોરે ઉમેદવારે પસંદ કરેલા વિષયના બીજી પ્રશ્નપત્રમાં 159 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા, એટલે વડોદરાના કેન્દ્ર પર યોજાયેલી ટેટની મુખ્ય પરીક્ષામાં 99 ટકા હાજરી નોંધાઈ હતી.