પાવાગઢ માંચી ખાતે રેન બસેરાની છત તૂટી પડતા બે બાળકો સહિત 9 યાત્રિકોને ઇજા, મહિલાનું મોત

બપોરે ગાજવીજ સાથે વરસાદ પડતાં કેટલાક યાત્રિકો રેન બસેરા નીચે ઊભા હતા

MailVadodara.com - 9-pilgrims-including-two-children-injured-woman-dies-as-roof-of-Rain-Basera-collapses-at-Pavagadh-Manchi

- ઈજાગ્રસ્તોને હાલોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને સયાજી હોસ્પિટલમાં ખસેડાયા

- દુર્ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી અને આસપાસના અન્ય યાત્રિકોએ ભારેખમ પથ્થરો ઉઠાવી ઇજાગ્રસ્ત યાત્રિકોને બહાર કાઢ્યા


પવિત્ર યાત્રાધામ પાવાગઢના માચી ખાતે આવેલા ચાચરચોકમાં બનાવવામાં આવેલા પથ્થરના રેન બસેરાનો કેટલોક હિસ્સો તૂટી પડતાં અહીં દર્શન કરવા આવેલા આઠ યાત્રિક ઉપર પથ્થરો પડતાં ઇજાગ્રસ્ત થયા છે. બપોરે ગાજવીજ સાથે વરસાદ પડતાં કેટલાક યાત્રિકો રેન બસેરા નીચે ઊભા હતા એ સમયે દુર્ઘટના સર્જાતાં 3 મહિલા, 4 પુરુષો અને બે બાળકો ઇજાગ્રસ્ત થયાં હતાં, જ્યારે વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારની એક મહિલાનું મોત નીપજ્યું હતું. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. ઘટના સ્થળે સ્થાનિકો અને તંત્ર દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે કલેક્ટ પાસે એક સપ્તાહની અંદર ઘટનાનો રિપોર્ટ આપવા માટે સૂચના આપી છે.



પાવાગઢના માચી ખાતે યાત્રિકોની સુવિધા માટે બનાવવામાં આવેલા ચાચર ચોકની સાઈડ પર પથ્થરો ગોઠવી કલાત્મક રેન બસેરા બનાવવામાં આવ્યા હતા. આજે બપોરે અહીં ગાજવીજ સાથે વરસાદ વરસતાં આ રેન બસેરા નીચે કેટલાક યાત્રિકો વરસાદથી બચવા આશરો લઈ ઊભા હતા. એ સમયે અચાનક પથ્થરોનું બાંધકામ તૂટી પડતાં યાત્રિકો ઇજાગ્રસ્ત થયા હતા અને વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેતા 40 વર્ષીય ગંગાબેન મહેશભાઇ દેવીપૂજકનું મોત નીપજ્યું હતું. ભારે પથ્થરો નીચે દબાયેલાં ચાર પુરુષ, ત્રણ મહિલા અને બે બાળકો પૈકી એકને માથાના ભાગે અને બંને પગ ભાગી જતાં ગંભીર રીતે ઘવાઈ હતી. જ્યારે અન્ય એક મહિલાને પેટના ભાગે પથ્થરો પડતાં તે પણ ઈજાગ્રસ્ત થઈ હતી. જ્યારે બંને પુરુષો પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

દુર્ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને આસપાસના અન્ય યાત્રિકોએ ભારેખમ પથ્થરો ઉઠાવી યાત્રિકોને બહાર કાઢ્યા હતા અને ખાનગી વાહનો તથા 108 મારફત હાલોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડ્યા હતા. અકસ્માતમાં એક મહિલા અને એક પુરુષ સિવાયના તમામ સભ્યો એક જ પરિવારના હતા. જ્યારે એક મહિલા અને એક પુરુષ માતાજીનાં દર્શને આવેલાં હતાં.


મૃતક

ગંગાબેન મહેશભાઈ દેવીપૂજક (40 વર્ષ, વડોદરા, વાઘોડિયા રોડ)

ઈજાગ્રસ્તોની યાદી

મીનાક્ષીબેન ખુમસીંગ પલાસ (ઉં.21)

ભાવેશભાઇ રાકેશભાઇ મુનિયા (ઉં.18)

રાજવંત મહેશભાઇ દેવીપુજક (ઉં.21, વડોદરા)

સુમીત્રાબેન વરસિંગ રાઠવા (ઉં.18)

વિજયભાઇ ભાઇલાલભાઇ દેવીપૂજક (ઉં.25, વડોદરા)

માહિબેન વિજયભાઇ દેવીપુજક (ઉં.5, વડોદરા)

દિપકભાઇ નટવરભાઇ દેવીપુજક (ઉં. 28, મહેસાણા)

સોનલબેન વિજયભાઇ દેવીપુજક (ઉં.30, વડોદરા)

દક્ષ વિજયભાઇ દેવીપુજક (ઉં.2, વડોદરા)

Share :

Leave a Comments