વડોદરામાં પેલેસ્ટાઇનના સમર્થનમાં ઇઝરાયલનાં પોસ્ટર બાળી વિરોધ કરનારા 9 લોકોની ધરપકડ

તાંદલજામાં પરમિશન વિના વિરોધ કરનાર સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઇ હતી

MailVadodara.com - 9-people-arrested-for-protesting-by-burning-Israeli-posters-in-support-of-Palestine-in-Vadodara

વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં પોલીસ પરમિશન વિના ઇઝરાયલના પોસ્ટર સાથે વિરોધ કરનાર લોકો સામે જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પોલીસે 9 આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.



વડોદરાના તાંદલજા વિસ્તારમાં ઇઝરાયલના વિરોધમાં મૌન રેલી કાઢીને ભારતના ફ્લેગ સાથે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. યુવાનો દ્વારા હાથમાં પોસ્ટરો, બેનરો રાખી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, સાથે ઇઝરાયલના પોસ્ટર પણ બાળવામાં આવ્યા હતા. યુવકોએ હાથમાં કાળીપટ્ટી બાંધીને વિરોધ દર્શાવ્યો હતો. આ રેલી શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી. આ રેલી ઇઝરાયલના વિરુદ્ધમાં અને ફિલિસ્તીનના સમર્થનમાં કાઢવામાં આવી હતી.


આ બાબતની જાણ થતાં જે.પી. રોડ પોલીસ પહોંચી ગઇ હતી અને વિરોધ પ્રદર્શન બંધ કરાવ્યું હતું. તમામ પ્રદર્શન કરનાર યુવકોને વિરોધ ન કરવા પોલીસે જણાવ્યું હતું અને પોત-પોતાના ઘરે જતા રહેવા સમજાવવામાં આવ્યા હતા. ફિલિસ્તીનમાં નિર્દોષ મહિલાઓ અને બાળકો ઉપર જેવી રીતે મિસાયેલો અને લોન્ચરો મારીને તેમને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે, તેને પણ રોકવા માટે માંગ કરવામાં આવી હતી. આ યુદ્ધની સ્થિતિમાં નિર્દોષ મુસ્લિમોના જીવ લેવામાં આવી રહ્યાં છે, તેના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું.


પોલીસ પરમિશન વિના ઇઝરાયલના પોસ્ટર સાથે વિરોધ કરનાર લોકો સામે જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ છે. જે.પી. રોડ પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા 9 આરોપીઓમાં હસનેન સલીમભાઇ બેલીમ (ઉ. 21, રહે. ખ્વાજા એપાર્ટમેન્ટ, કારેલીબાગ), ફૈઝલ ફારૂકભાઈ શેખ (ઉ. 22, રહે. કૃષ્ણ નગર, તાંદલજા), આમીરખાન સલીમખાન પઠાણ (ઉ. 32, રહે. અમઝદ પાર્ક, તાંદલજા), આદિલખાન અઝીઝ ખાન પઠાણ (ઉ.25, રહે - ગુજરાત ટ્રેકટર સોસાયટી, તાંદલજા), ફજલે રહીમખાન પઠાણ (ઉ. 25, રહે. હુસૈની પાર્ક, તાંદલજા), ઝૈનુલ આબેદીન કામરુદ્દીન પઠાણ (ઉ - 28, રહે - ગોવર્ધન પાર્ક સોસાયટી, તાંદલજા), ફૈઝલ બશીરભાઈ પટેલ (ઉ - 21, રહે - તાંદલજા ગામ), આલમ સાજીદભાઈ ખીંચી (ઉ - 23) (રહે - નૂરજહાં પાર્ક, તાંદલજા) સૈયદ નિહાલ મોહમ્મદઅલી (ઉ - 22, રહે - મુઝમીલ પાર્ક) સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments