બરોડા ફૂટબોલ લીગ ટુર્નામેન્ટની સિઝન-૩માં 8 ટીમો ભાગ લેશે, નિષ્ણાંતો દ્વારા 300 ખેલાડીની પસંદગી

બરોડા ફૂટબોલ એકેડેમી દ્વારા 9થી 14 સપ્ટેમ્બર સુધી બરોડા ફુટબોલ લીગ યોજાશે

MailVadodara.com - 8-teams-will-participate-in-Baroda-Football-League-Tournament-Season-3-300-players-selected-by-experts

- ઓક્સનમાં એક ખેલાડીને રૂપિયા 20થી 40 હજારમાં કંપનીઓએ ખરીદ્યો 


બરોડા ફૂટબોલ એકેડેમી દ્વારા વડોદરા ખાતે બરોડા ફુટબોલ લીગ (BFL)નું આયોજન કરવામાં આવે છે. સતત બે વર્ષની ભવ્ય સફળતા બાદ સીઝન-3નું આયોજન કરવામાં આવ્યું છે. બરોડા ફુટબોલ લીગ (BFL-3) ગુજરાત સ્ટેટ ફુટબોલ એસોસીએશન અને બરોડા ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ એસોસીએશન સાથે એફીલીએટેડ છે. ખેલાડીઓ માટે યોજાયેલા ઓક્સનમાં એક ખેલાડી રૂપિયા 20 હજારથી રૂપિયા 40 હજાર સુધીમાં કંપનીઓએ ખરીદ્યો હતો.

બરોડા ફૂટબોલ લીગ ટૂર્નામેન્ટમાં કુલ 8 ટીમો રાખવામાં આવેલી છે, જેનું ઓક્શન વડોદરાના ઉદ્યોગ સાહસિકો, એજ્યુકેશન ગ્રુપ તેમજ બિલ્ડરો દ્વારા આ તમામ ટીમોને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. તેઓએ પોતાની જુનિયર અને સિનિયરની ટીમ બનાવેલ છે. જેમાં ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન તેમજ અન્ય રાજ્યોમાંથી 1200 કરતાં પણ વધુ ખેલાડીઓ આવ્યા હતા. જે પૈકી 300 ખેલાડીઓને નિષ્ણાંતો દ્વારા પસંદગી કરવામાં આવી હતી. આ પસંદગી કમિટીમાં જતીન બિસટ અને પૂર્વ નેશનલ ખેલાડી ધર્મેશ પટેલ, પૂર્વ આઇ લીગ ખેલાડી અમીત મંડલ, વિવેક રાવ અને નરેશ ઓર દ્વારા કરવામાં આવ્યું હતું.


બરોડા ફૂટબોલ લીગ ટુર્નામેન્ટની શરૂઆત તા.9 સપ્ટેમ્બર, 2023થી થશે અને 14 ઓક્ટોબર સુધી દર અઠવાડિયાના છેલ્લા બે દિવસ (શનિવારે અને રવિવારે) આ ફૂટબોલની મેચો ભાયલી ખાતે રમાશે. ફાઇનલ મેચ બાદ વિજેતા, ઉપવિજેતા અને ત્રીજા નંબરે રહેનારી ટીમને રોકક ઇનામ ઉપરાંત ટ્રોફી એનાયત કરવામાં આવશે તથા બધી ટીમોના ખેલાડીઓને સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. બરોડા ફૂટબોલ લીગ (BFL-3) મેચો નિહાળી શકાય તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે. એક વિશાળ સ્ટેજ બનાવવામાં આવ્યું છે, જેના પર બેસીને દર્શકો ફૂટબોલની મજા માણી શકે. આ સ્ટેજ પર 1000 જેટલા ફૂટબોલપ્રેમીઓ એકસાથે બેસી મેચ નિહાળી શકશે.


બરોડા ફૂટબોલ એકેડેમીના ફાઉન્ડર અને સેક્રેટરી સંદીપ દેસાઇએ જણાવ્યું હતું કે, પહેલી સીઝનમાં માત્ર 18 વર્ષથી ઉપરનાં ખેલાડીઓએ જ ભાગ લીધો હતો. જ્યારે બીજી સિઝનમાં 9થી 15 વર્ષના જુનિયર અને 18 વર્ષથી ઉપરના સિનિયર બે કેટેગરીના ખેલાડીઓએ ભાગ લીધો હતો. હવે સિઝન-3માં જુનિયર, સિનિયર તથા ગર્લ્સનો પણ આ ટૂર્નામેન્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ વખતે ટૂર્નામેન્ટમાં જુનિયર (10થી 15 વર્ષ), સિનિયર (18 વર્ષથી ઉપર) ભાગ લેશે, આ લીગમાં દરેક ટીમને ઓછામાં ઓછી 7 મેચ રમવાની રહેશે.

Share :

Leave a Comments