- 400થી વધારે જગ્યાઓ માટે 244 દિવ્યાંગ ઉમેદવારો હાજર રહ્યા હતા
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળની મદદનીશ નિયામક (રોજગાર) કચેરી,તરસાલી,વડોદરા તેમજ અમેરિકન ઈન્ડીયા ફાઉન્ડેશનના સંયુકત ઉપક્રમે 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા (ડિસેબિલીટી) ધરાવતા માત્ર મૂકબધીર, શ્રવણ હીનતા તેમજ પગની દિવ્યાંગતા ધરાવતા 18થી 40 વર્ષના ધો.8 પાસ, 10 પાસ, 12 પાસ, આઈ.ટી.આઈ, ડિપ્લોમા, ગ્રેજયુએટ (ટેક્નિકલ અને નોન ટેક્નિકલ), માસ્ટર (ટેક્નિકલ અને નોન ટેક્નિકલ) લાયકાત ધરાવતા ફ્રેશર અને અનુભવ ધરાવતા સ્ત્રી, પુરુષ માત્ર દિવ્યાંગ ઉમેદવારો માટે તા. 17/01/25ના રોજ અકોટા સ્ટેડિયમ ખાતે માત્ર દિવ્યાંગ ઉમેદવારો માટે રોજગાર અને એપ્રેન્ટીસ ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ભરતીમેળામાં વડોદરા જિલ્લાના આજુબાજુના 20 જેટલા તાલુકાના ખાનગી એકમો અને સંસ્થા દ્વારા કંપની,કોન્ટ્રાકટ અને એપ્રેન્ટીસની જરૂરિયાત મુજબ ઓપરેશન, મેન્ટેનન્સ,કવોલિટી જેવા ટેકનિકલ રોલ માટે તેમજ એડમીન,પેકર,હેલ્પર,શોર્ટર,ટેલીકોલર, સેલ્સ, માર્કેટીંગ, ઓપરેટર જેવી 400થી વધારે જગ્યાઓ માટે 244 દિવ્યાંગ ઉમેદવારો હાજર રહ્યા હતા. જેમાંથી દિવ્યાંગ ઉમેદવારની લાયકાત અને કામ કરવાની ક્ષમતા મુજબ ઇન્ટરવ્યુ કરીને 71 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.