વડોદરાના ડોક્ટરના ઘરમાંથી સોના-ચાંદીના અને રોકડ દાગીના સહિત 7.85 લાખની મત્તાની ચોરી

માંજલપુરમાં રહેતો ડોક્ટર પરિવાર વલસાડના તિથલ ખાતે ફરવા ગયા હતા

MailVadodara.com - 7-85-lakh-worth-including-gold-silver-and-cash-jewelery-stolen-from-doctors-house-in-Vadodara

વડોદરા જિલ્લાના ડભોઇમાં હોસ્પિટલ ચલાવતા ડોક્ટરના ઘરમાંથી તસ્કરોએ 7.85 લાખના સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી. આ મામલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલ રામકૃષ્ણ સોસાયટીમાં રહેતા અને ડભોઇમાં પંડ્યા હોસ્પિટલ ચલાવતા ડો.ભરતભાઇ હર્ષદરાય પંડ્યા (ઉં.વ.72)એ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત 9 જૂનના રોજ સવારના દશેક વાગ્યાની આસપાસ હું પરિવાર સાથે વલસાડ સ્થિત તિથલ ખાતે ફરવા ગયા હતા. ત્યારબાદ 11 જૂનના રોજ હું પરિવાર સાથે વલસાડ હતો, તે સમયે મારી પાડોશમાં રહેતા નંદુભાઇ માંડલેનો ફોન આવ્યો હતો અને મને જણાવ્યું હતું કે, તમારા ઘરનું તાળું તૂટેલું છે. જેથી અમે વલસાડથી નીકળીને વડોદરા આવી ગયા હતા.

અમે ઘરે આવીને જોતા ઘરના દરવાજાનો નકૂચો તૂટેલો હતો. ઘરમાં જઇને તપાસ કરતા અલગ-અલગ રૂમમાં રાખેલી તિજોરી અને કબાટન ડ્રોવરમાં મુકેલા સોના-ચાંદીના દાગીના મળ્યા નહોતા. તેમજ રોકડા 70 હજાર રૂપિયા પણ નહોતા મળ્યા. આમ રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીના મળીને કુલ 7.85 લાખ રૂપિયાની ચોરી થઈ હતી. આ મામલે માંજલપુર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

- સોના-ચાંદીના દાગીનાની ચોરી

સોનની કાનની બુટ્ટી 6 જોડ, 20 ગ્રામ

સોનાની ચેઇન 4, 40 ગ્રામ

સોનાની બંગડી 4, 50 ગ્રામ

સોનાની જેન્ટ્સ વિંટી 3, 30 ગ્રામ

સોનાની લેડિસ વિંટી 3, 20 ગ્રામ

રીયલ ડાયમંડ બુટ્ટી એક જોડ અને રીયલ ડાયમંડનું પેન્ડલ

રીયલ મોતીની બંગડી 4, એક રિયલ મોતીની માળા

ચાંદીના સિક્કા 15, 100 ગ્રામ

Share :

Leave a Comments