ગણેશ ઉત્સવ દરમિયાન શહેરમાં 150 સ્થળોએ બનાવેલા સેલ્ફી પોઇન્ટ્સ પાછળ પાલિકાને 65.49 લાખ ખર્ચ થયો!

વડોદરા પાલિકાએ PM-CMના કટઆઉટ સાથે સેલ્ફી લેવા સેલ્ફી પોઇન્ટ બનાવ્યા હતા

MailVadodara.com - 65-49-lakhs-was-spent-by-the-municipality-on-selfie-points-created-at-150-places-in-the-city-during-Ganesh-festival

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજય સરકાર તથા ભારત સરકારની વિવિધ યોજનાઓ અને સિધ્ધિઓનું પ્રજામાં જાગૃતિ લાવવા અને જાણકારી પ્રાપ્ત થાય તે હેતુથી પ્રધાનમંત્રી તથા મુખ્યમંત્રીના કટઆઉટ સાથેના 150 સેલ્ફી પોઇન્ટસ, ગણેશ ઉત્સવ દરમિયાન શહેરના વિવિધ 150 જગ્યાએ રાખવામાં આવેલ કામગીરીનો થયેલ કૂલ ખર્ચ રૂ.65,49,000 સ્વચ્છ ભારત મિશન 2.0 હેઠળ Information, Education and Communication (IEC) કોમ્પોનેન્ટ હેઠળ મળેલ ગ્રાન્ટ પેટે પાડવા માટેની મંજૂરી મળવા તથા આ બાબતની તમામ સતા મ્યુનિસિપલ કમિશનરને સુપ્રત કરવામાં આવશે. 

વડોદરા પાલિકા દ્વારા ભારત સરકાર તથા રાજય સરકારની વિવિધ યોજનાઓ જેવી કે ચંદ્રયાન-3, પ્રધાન મંત્રી આવાસ યોજના, જલ જીવન મિશન, સશકત ભારત, ઉડાન તથા ખેલ-કુદની સિધ્ધિઓનું નાગરિકોમાં જાગૃતતા અને જાણકારી પ્રાપ્ત થાય તે હેતુથી સંબંધિત વિભાગ દ્વારા વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે.

શહેરીજનોમાં ભારત સરકાર તથા રાજય સરકારની વિવિધ યોજનાઓ અંગે જાગૃતતા વધે તથા છેવાડાના નાગરિક સુધી યોજનાઓનો લાભ મળે તેવા ઉમદા હેતુથી પ્રધાનમંત્રી તથા મુખ્યમંત્રીના કટ આઉટ સાથેના 150 સેલ્ફી પોઇન્ટસ શહેરમાં ગણેશ ઉત્સવ દરમિયાન ગણપતિ સ્થાપના અને મંડપોની બાજુની જગ્યાએ રાખવામાં આવેલ. ઇજારદાર દ્વારા શહેરના વિવિધ 150 જગ્યાઓ મૂકવામાં આવેલ સેલ્ફી પોઇન્ટસની કામગીરીનો ખર્ચ રૂ.65,49,000 થયેલ હતો. ખર્ચને મંજૂરી આપવાની દરખાસ્ત રજૂ થઈ છે.

Share :

Leave a Comments