ડ્રેનેજ ચેમ્બરોની સફાઇ માટે 31.69 કરોડ ખર્ચે 6 સુપર શકર મશીન ખરીદાશે,સર્વાનુમતે મંજૂરી

સ્થાયી સમિતિની બેઠકમાં બે કોન્ટ્રાક્ટર પાસેથી મશીન ખરીદવાનો સર્વાનુમતે નિર્ણય

MailVadodara.com - 6-super-shaker-machines-will-be-purchased-at-a-cost-of-31-69-crores-for-cleaning-drainage-chambers-unanimously-approved

- પાંચ વર્ષના મેન્ટેનન્સ સહિતના કોન્ટ્રાક્ટર સાથે રૂપિયા 31.69 કરોડના ખર્ચે વધુ 6 નંગ સુપર શકર મશીન ખરીદાશે, હાલ 8 સુપર શકર મશીનો દ્વારા કામગીરી કરાય છે


વડોદરા શહેરના વિસ્તારોમાં વધારો થતા યોગ્ય રીતે ડ્રેનેજની ફરિયાદોનો ઝડપી નિકાલ થાય તેને ધ્યાનમાં રાખી કોર્પોરેશન દ્વારા પાંચ વર્ષના મેન્ટેનન્સ સહિતના કોન્ટ્રાક્ટર સાથે રૂપિયા 31.69 કરોડના ખર્ચે વધુ 6 નંગ સુપર શકર ખરીદવાના આવેલું કામ મંજૂર કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, હાલ 8 સુપર શકર મશીનો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.

વડોદરા મહાનગરપાલિકા સ્થાયી સમિતિની બેઠક આજરોજ પાલિકાની વડી કચેરીએ મળી હતી. જેમાં કુલ 15 અને એક વધારાનું કામ મળી 16 કામો મૂકવામાં આવ્યા હતા. જેમાંથી 15 કામો મંજૂર કરી એક કામ મુલતવી રાખવામાં આવ્યું હતું. વડોદરા પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રીના મળેલી સ્થાયી સમિતિમાં આ કામ રજૂ થતા લોએસ્ટ પ્રાઈઝમાં આવેલા એક કોન્ટ્રાક્ટરને 3 મશીન અને સેકન્ડ લોએસ્ટ આવેલા કોન્ટ્રાક્ટર પાસેથી 3 મશીન ખરીદવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે. અત્રે યાદ આપવું જરૂરી છે કે, અગાઉ દિલ્હીની જ કંપનીને કોઈપણ જાતના ટેન્ડર પ્રક્રિયા કર્યા વિના ડ્રેનેજ સફાઈનો કોન્ટ્રાક્ટ પધરાવી દેવામાં આવ્યો હતો.


શહેરમાં જુદા-જુદા વિસ્તારોમાં ડ્રેનેજની મેઇન લાઈન ચોકઅપ તથા જાહેર રાજમાર્ગ પર મલિનજળના ઉભરાવવાની વોર્ડ તથા ઝોન વિભાગને વ્યાપક ફરીયાદો મળે છે. લોકોના આરોગ્ય સાથેની ફરિયાદોના ઝડપી નિકાલ જરૂરી છે, જે અંગે હાલમાં સુપર સકર 8 મશીન સેટના આઉટ સોર્સથી ઓ. એન્ડ એમ.ના ઇજારા થકી કામગીરી કરાવવામાં આવે છે.

ફરિયાદોમાં વધારો થતા સુપર સકર મશીન સેટની જરૂરીયાત જણાય છે. જેથી ફરીયાદોનું ત્વરિત નિરાકરણ થઇ શકે. જે માટે સને 22-23ની પંદરમાં નાણાં પંચની ગ્રાન્ટ હેઠળ જોગવાઈ કરી વધુ 6-નંગ નવિન સુપર સકર મશીન વીથ 12-ડમ્પ ટેન્ક 5-વર્ષના ઓ. એન્ડ એમ. સહ ખરીદવા માટે જાહેરાત આપી ખરીદવાની વહિવટી મંજૂરી મેળવવામાં આવેલ છે. મંજૂરી આધારે પાંચમાં પ્રયત્ને આ ટેન્ડર પ્રક્રિયા થઈ છે તેમ દરખાસ્તમાં જણાવ્યું છે. આ દરખાસ્ત અંગે ભારતીય જનતા પાર્ટીની મળેલી સંકલન સમિતિમાં સભ્યો વચ્ચે ભારે ચર્ચા થઇ હતી. આખરે ટેન્ડર ભરનારા બે કોન્ટ્રાક્ટર પાસેથી 3 - 3 મશીન ખરીદવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો.

Share :

Leave a Comments