ખટંબા-શંકરપુરા રોડ પરથી કાપડ-ઝીંક પાવડર ભરેલા કન્ટેનરમાંથી 6.71 લાખનો દારૂ ઝડપાયો

વરણામા પોલીસે હરિયાણાથી કરજણ તરફ લઇ જવાતા દારૂ સાથે ત્રણને ઝડપી પાડ્યો

MailVadodara.com - 6-71-lakh-liquor-was-seized-from-a-container-filled-with-cloth-zinc-powder-from-Khatamba-Shankarpura-road

- ફેબ્રીક કાપડના રોલ અને સ્ટેબીલીટી ઝીંક પાવડર ભરેલા આ કન્ટેનરમાં ચોરખાનું બનાવી દારુની 647 બોટલો છુપાવી હતી, 62.54 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

શહેર નજીક ખટંબા-શંકરપુરા રોડ ઉપરથી વરણામા પોલીસે હરિયાણાથી કરજણ તરફ લઇ જવાતા રૂપિયા 6.71 લાખનો દારૂ ભરેલા કન્ટેનર સાથે ત્રણની ધરપકડ કરી હતી. ફેબ્રીક કાપડના રોલ અને સ્ટેબીલીટી ઝીંક પાવડર ભરેલા આ કન્ટેનરમાં ચોરખાનું બનાવી દારુની 647 બોટલો છુપાવવામાં આવી હતી.


વડોદરા જિલ્લાના ડીવાયએસપી ચાવડા અને વરણામા પોલીસ મથકના પો.ઈ. એસ.જે. વાઘેલાને બાતમી મળી હતી કે વાઘોડીયા રોડના ખટંબા ગામ નજીક શંકરપુરા રોડ ઉપર વિરાટ એસ્ટેટની બાજુમાં રાજસ્થાન પાસિંગનું એક કન્ટેનર ઉભું છે અને તેમાં દારૂનો જથ્થો છે. જેને પગલે સ્ટાફે ઘટના સ્થળે ધસી જઇ કન્ટેનરને ઝડપી પાડી તેની તલાશી લેતા તેમાંથી 29.03 લાખની કિંમતનું ફેબ્રીક કાપડ અને હાઇ સ્ટેબીલીટી ઝીંક પાવડરનો જથ્થો ભરેલો હતો.

પોલીસે ઝીણવટભરી તપાસ કરતા તેમાં બનાવેલા ચોરખાનામાંથી વિવિધ બ્રાન્ડની દારૂની 647 બોટલ મળી આવી હતી. પોલીસે 6.71 લાખના દારૂના જથ્થા સાથે કુલ 62.54 લાખનો મુદ્દામાલ કબ્જે કરી હરિયાણાના મેવાત ખાતે રહેતા રાસીક અસરખા મેવ અને અહસાન આકીબ ફકીર તેમજ કરજણના કલ્લા ગામે રહેતા કામિલહુસેન મહેબુબભાઇ ચૌહાણની અટકાયત કરી તેમની સઘન પુછપરછ હાથ ધરી હતી. પોલીસ પૂછપરછમાં આ જથ્થો હરિયાણાના મુબીને ભરાવી આપ્યો હોવાનું અને કરજણ ખાતે બુટલેગરને ત્યાં ઠાલવવાનો હોવાની કબુલાત કરતા વરણામા પોલીસે યુવાનને વોન્ટેડ જાહેર કરી ત્રણે આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

Share :

Leave a Comments