વડોદરા મુજમહુડા વિસ્તારમાં આવેલી એક મોબાઇલ શોપમાંથી ચોરો મોબાઈલ અને રોકડ મળી રૂ.6.50 લાખની મતા ચોરી ગયા હતા.
વડોદરા શહેરના બિલ કેનાલ રોડ પર રોજ ડેલ વાટિકામાં રહેતા અને મુજમહુડા રોડ ખાતે જય કિશન એવન્યુમાં મોબાઇલ શોપ ધરાવતા તુષારભાઈ શાહે પોલીસને કહ્યું છે કે, તા. 29મી રાત્રે દુકાન બંધ કર્યા બાદ હું ઘરે ગયો ત્યારે બીજે દિવસે સવારે અમારી દુકાનના કર્મચારીએ ફોન કરી દુકાનમાં ચોરી થઈ હોવાની જાણ કરી હતી. તપાસ કરતા ચોરો અલગ અલગ કંપનીના 28 મોબાઈલ, કેશ કાઉન્ટરમાંથી રૂપિયા 49,500 રોકડા તેમજ કેમેરાનું ડીવીઆર ચોરી ગયા હોવાનું જણાઈ આવ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.