મુખ્યમંત્રીના પુત્રના સ્વાસ્થ્ય માટે ચાંદોદના 51 ભૂદેવો દ્વારા અભિષેકાત્મક લઘુરુદ્ર યજ્ઞ કરાયો

MailVadodara.com - 51-Bhudevs-of-Chandod-performed-the-anointing-Lagurudra-Yajna-for-the-health-of-the-Chief-Ministers-son

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના પુત્ર અનુજ પટેલ બ્રેઇન સ્ટોકના કારણે હાલ મુંબઈ હિન્દુજા હોલ હોસ્પિટલમાં સારવાર અર્થે છે ત્યારે તેઓના સ્વાસ્થ્ય માટે યાત્રાધામ ચાંદોદના 51 ભૂદેવો દ્વારા અભિષેકાત્મક લઘુરુદ્ર સહિતની પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું.


ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને થોડા દિવસો અગાઉ બ્રેઇન સ્ટ્રોક આવતા તેઓને અમદાવાદ બાદ વધુ સારવાર અર્થે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જ્યાં વહેલીતકે તેઓ ઉપચાર લઈ નીરોગી સ્વસ્થ બની ઘરે પરત થાય તે માટે યાત્રાધામ ચાંદોદના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટ સ્થિત સાંઈ હોલમાં અનુજ પટેલની સ્વાસ્થ્ય સંબંધી વૈદિક મંત્રોચ્ચાર સહિત અભિષેકાત્મક લઘુરુદ્ર યજ્ઞ અને પૂજાનું ચાંદોદના 51 ભૂદેવો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.


ઉલ્લેખનીય છે કે, 26 મેના રોજ મુખ્યપ્રધાન ગંગા દશાહરાની સાંધ્યકાળની મહાઆરતીમાં ચાંદોદ ખાતે ઉપસ્થિત રહી લાભ લીધો હતો ત્યારે તેઓની નર્મદાજી પ્રતિની આસ્થા અને શ્રદ્ધા થકી નર્મદા મૈયા પુત્ર અનુષ પટેલની તબિયતમાં સત્વરે સુધારો કરે અને વહેલામાં વહેલીતકે તંદુરસ્ત નિરોગી કરે તે માટે વૈદિક મંત્રોચ્ચાર સહિતના વિશેષ પૂજન અર્ચન કરવાનું ચાંદોદના ભૂદેવોએ નક્કી કર્યું હતું.

Share :

Leave a Comments