વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતા 500 પરિવારજનોને દોઢેક વર્ષથી પીવાના પાણી સમસ્યા

પાણીની 8 ટાંકી બનાવાઇ છે પરંતુ એક પણ ટાંકી પૂરી ભરાતી નથી

MailVadodara.com - 500-families-living-in-Vadodara-have-been-facing-drinking-water-problem-for-one-and-a-half-years

- પાણીની સમસ્યાનું વહેલીતકે નિવારણ થાય એવી સ્થાનિક રહીશોની માંગ

વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં પીવાનું પાણી અપૂરતા પ્રમાણમાં મળતું હોવાની સતત ફરિયાદો થઈ રહી છે ત્યારે આજવા રોડ વિસ્તારની કમલાનગર પ્રધાનમંત્રી આવાસ યોજનાના 500 મકાનોમાં છેલ્લા દોઢેક વર્ષથી પીવાનું પાણી અપૂરતા પ્રમાણમાં મળતું હોવાથી સ્થાનિક રહીશોને પાણીના સમયે રોજિંદી લાઈનો લગાવીને ઉભા રહેવવાનો વખત આવ્યો છે.

પાણી પૂરતા પ્રમાણમાં નહીં મળવાથી દર ત્રણ દિવસે પાણીના ટેન્કર મંગાવવા પડે છે અને પાણીના જગ મંગાવીને કામ ચલાવવું પડતું હોવાની ફરિયાદો ઉઠી છે. ઉલ્લેખનીય છે કે, આજવા રોડ વિસ્તારની કમલાનગર પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોના કુલ 8 ટાવર છે. પ્રત્યેક ટાવરમાં 56 પરિવારો પ્રત્યેક મકાનમાં રહે છે. આમ, અંદાજિત 500 પરિવારજનો વચ્ચે પીવાની જુદી-જુદી 8 ટાંકી બનાવવામાં આવી છે પરંતુ, 8 પૈકીની એક પણ ટાંકી પૂરી ભરાતી નથી.

સવારે પાણી આવવાના નિયત સમયે તમામ ટાવરના લોકો મહિલાઓ વૃદ્ધો સહિત બાળકો વાસણ લઈને લાઈનમાં ઊભા રહેવાની ફરજ પડી છે. છેલ્લા દોઢેક વર્ષથી પાણીની સર્જાતી આ સમસ્યાનું વહેલી તકે નિવારણ થાય એવી સ્થાનિક રહીશોની માંગ છે.

Share :

Leave a Comments