કેનેડાના વિઝીટર વિઝા અને પરમિટ અપાવવાના બહાને ભેજાબાજ પિતા-પુત્રએ 5.50 લાખ પડાવ્યાં

નિઝામપુરા ડીલક્ષ ચાર રસ્તા કુણાલ કોમ્પ્લેક્સની ઓફિસ ખાતે પોલીસે તપાસ કરી

MailVadodara.com - 5-50-lakhs-by-Margabaj-father-and-son-on-the-pretext-of-getting-Canadian-visitor-visa-and-permit

- ઓફિસને તાળાં મારી બંને પિતા-પુત્ર ફરાર થઇ જતાં ફરિયાદ નોંધાવી

વિદેશમાં કેનેડાની પરમિટ અને વિઝીટર વિઝા અપાવવાના બહાને નિઝામપુરા ડીલક્ષ ચાર રસ્તા પાસે આવેલી સહિત ભેજાબાજ પિતા-પુત્રએ ગુજરાત રિફાઇનરીમાં રિક્ષા ડ્રાઇવર તરીકે નોકરી કરતા પુત્રને લાલચ આપીને રૂપિયા 5.50 લાખનો ચૂનો ચોપડીને ઓફિસ બંધ કરી પોબારા ભણી જતા યુવકે ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, વડોદરા શહેરના ગોરવાની ભાઈલાલભાઈ પાર્ક સોસાયટીમાં રહેતા આસિફખાન આરીફખાન પઠાણે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, અક્ષર ચોક રિલાયન્સ મોલ, ડિજિટલ દુકાનમાં પિતાજી ગુજરાત રિફાઇનરીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. કેનેડામાં નોકરી કરવા જવા અંગે વિઝીટર વિઝા અને વર્ક પરમિટ માટે તપાસ કરતા નિઝામપુરા ડીલક્ષ ચાર રસ્તા સ્થિત સાંઈ કન્સલ્ટન્સીના રાજેન્દ્ર શાહ અને રીન્કેશ શાહ આ બાબતે પ્રોસેસ કરતા હોવાની જાણ થઈ હતી. ગયા માર્ચ મહિનામાં રાજેન્દ્ર શાહ અને રીંકેશનો સંપર્ક કર્યો હતો. બંને જણાએ કેનેડા જવા માટેનો રૂપિયા 12 લાખનો ખર્ચ જણાવ્યો હતો. જેમાંથી રૂપિયા 6 લાખ એડવાન્સ માંગ્યા હતા અને બાકીના નાણાં કેનેડા મુકામે નોકરી પર લાગી જાઓ ત્યારે પગારમાંથી આપવાની વાત હતી. આ અંગે સંમતિ આપતા લોટરી દ્વારા સ્ટેમ્પ પેપર ઉપર લખાણ પણ કરી આપ્યું હતું. આ અંગે જરૂરી ડોક્યુમેન્ટસ પણ આપ્યા હતા. 

આ અંગે જાણ થઈ હતી કે સાંઈ કન્સલ્ટન્સીના માલિક રાજેન્દ્ર એમ. શાહ અને રીન્કેશ બંને જણા નિઝામપુરા સ્થિત કન્સલ્ટન્સીની ઓફિસ બંધ કરી દઈને પોબારા બની ગયા હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે નિઝામપુરા ડીલક્ષ ચાર રસ્તા પાસેના કુણાલ કોમ્પ્લેક્સની ઓફિસ ખાતે તપાસ કરી હતી ત્યારબાદ માલિક રાજેન્દ્ર મનહર શાહ અને રીન્કેશ રાજેન્દ્ર શાહ (રહે. 404-બી, ક્રિષ્ના એરવીગ, હરણી રીંગરોડ) સહિત બંને ભેજા બાજ પિતા-પુત્રની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Share :

Leave a Comments