વડોદરાના ધનિયાવી પમ્પિંગ સ્ટેશનમાં 5.5 ફૂટનો અજગર ઘૂસી ગયો, મહામહેનતે રેસ્ક્યૂ કરાયો

પમ્પિંગ સ્ટેશનમાં સ્લેબ તોડી મહાકાય અજગરને બહાર કાઢવામાં આવ્યો

MailVadodara.com - 5-5-feet-python-entered-Dhianavi-pumping-station-in-Vadodara-rescued-by-His-Highness

- અજગરનું રેસક્યૂ કરીને વન વિભાગને સુપ્રત કરવામાં આવ્યો હતો

વડોદરા શહેર નજીક આવેલાં ધનીયાવી પમ્પિંગ સ્ટેશનમાં અજગર હોવાની વિગતો મળતાની સાથે જ સેવ વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ અને વન વિભાગની ટીમે મળીને રેસ્ક્યુ કર્યું હતું. આ અજગર પમ્પિંગ સ્ટેશનમાં હોવાથી રેસ્ક્યુ કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી હતી. પરંતું રેસ્ક્યુરરે પમ્પિંગ સ્ટેશનમાં 5.5 ફૂટના અજગરનું રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.


આ અંગે યુવરાજસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, અમારી સંસ્થા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમના પ્રમુખ અરવિંદ પવારને કોલ મળ્યો હતો કે, કોર્પોરેશનના પમ્પિંગ સ્ટેશનના પ્લાન્ટ ધનીયાવી ખાતે સાપ હોવાનો કોલ મળ્યો હતો. પરંતુ ત્યાં પહોંચતા ત્યાં સાપ નહોતો તેના બદલે અંદર એક અજગર દેખાયો હતો અને તે પમ્પિંગ સ્ટેશનના સ્લેબની નીચે હતો. જેના આધારે અમે સ્લેબને તોડ્યો હતો અને મહામહેનતે અજગરનું રેસક્યૂ કરીને વન વિભાગને સુપ્રત કર્યો હતો.

જીવદયા પ્રેમી અગ્રણીના જણાવ્યા પ્રમાણે, વિશ્વામિત્રી નદી અને ગ્રીન બેલ્ટને કારણે સરીસૃપોને સારું વાતાવરણ મળે છે. આપણા નદી કિનારે ડેન્સિટી નથી. અમદાવાદ અને સુરત કરતાં વડોદરાનું વાતાવરણ સરીસૃપોને અનુકૂળ આવી ગયું છે. અવરનેશને કારણે પહેલાં કરતાં હવે કોલ વધારે મળી રહ્યા છે. લોકો સાપને મારતા નથી, પણ અમને કોલ કરે છે. વડોદરામાં 20 ટકા જેટલા સાપ ઝેરી છે, જ્યારે 80 ટકા જેટલા સાપ બિનઝેરી જોવા મળે છે. સૌથી વધુ સાપ ચોમાસામાં નીકળે છે. પછી ઉનાળામાં જોવા મળે છે અને શિયાળામાં સાપ દરમાં જતા રહે છે.

Share :

Leave a Comments