નેટબેન્કિંગના પોઇન્ટ એક્સપાયર થવાના છે કહી ઠગબાજે નિવૃત્ત વ્યક્તિ પાસેથી 5.47 લાખ પડાવ્યા

માંજલપુરમાં રહેતા સંતોષ કરકરેએ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

MailVadodara.com - 5-47-lakhs-extorted-from-pensioner-by-saying-netbanking-points-are-about-to-expire

- ઠગબાજે એકાઉન્ટ બ્લોક થઈ જશેના મેસેજ અને ઈ-મેઈલ પણ મોકલ્યા હતા

વડોદરા શહેરના માંજલપુરમાં રહેતા તેમજ અગાઉ સેલ ટેક્સ વિભાગમાં કામ કરતા અને હાલમાં નિવૃત જીવન જીવતા સંતોષ ભાલચંદ્ર કરકરેએ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, હું રિટાયર્ડ જીવન જીવી રહ્યો છું. મારા પર્સનલ નંબર પર વોટ્સએપ અને નેટબેન્કિંગ વાપરું છું. ગત તારીખ 18/01/24ના રોજ મારા મોબાઇલ નંબર ઉપર મેસેજ આવ્યો કે, તમારા એસ.બી.આઈના નેટબેન્કિંગના પોઈન્ટના રૂપિયા 8,464 એક્સપાયર થવાના છે. તો તમે નીચેની લિંક ઉપર ક્લિક કરી પોઈન્ટ રીડીમ કરો. જેથી આપેલી લિંક ઉપર ક્લિક કર્યું હતું.

ત્યાર બાદ નેટબેન્કિંગનો આઇ.ડી. અને પાસવર્ડ માંગ્યો હતો. જે મારો આઇડી અને પાસવર્ડ નાખ્યો હતો. ત્યારબાદ મારા મોબાઇલ નંબર ઉપર ઓ.ટી.પીનો મેસેજ આવ્યો હતો. ત્યારે ઓટીપી માટે એક કોલ આવ્યો. આ કોલ એસબીઆઈ લોગો વાળો હતો. કહેવામાં આવ્યું કે, એસબીઆઈ કસ્ટમર કેરમાંથી વાત કરું છું. તમારા ખાતામાંથી કપાયેલી રકમ પરત કરવા માટે તમે ઓટીપી આપો તો મેં આપ્યો હતો.

ત્યાર બાદ ખાતામાં પરત રકમ નાખવા માટે આ ફોન કર્યો છે તેમાં મને સહકાર આપશો. તે સમયે મેં તેઓને પુછેલું કે, રાત્રે 8 વાગે તમે બેંકમાંથી ફોન કેવી રીતે કરો છો? તો તેઓએ જણાવેલું કે, અમે સેન્ટ્રલાઇઝ ક્લીયરીંગ હાઉસ, મુંબઇથી વાત કરીએ છે અને તેઓએ જણાવેલું કે, તમારા એસબીઆઇના એકાઉન્ટમાંથી પૈસા ડેબીટ થઇ રહ્યા છે. જે અમોને અમારી સીસ્ટમમાં દેખાઈ રહ્યું છે. જે તમારા ખાતામાં પરત ક્રેડિટ કરવા માટે હું જે સ્ટેપ જણાવું તે પ્રમાણે તમારે પ્રોસેસ કરવાની રહેશે. કોઈને પણ ઓ.ટી.પી ના આપવા કહેવામાં આવ્યું હતું. જેથી મને વિશ્વાસ આવ્યો અને તેઓએ અમોને અમારા વોટ્સએપ નંબર ઉપર એપ મોકલી તે ડાઉનલોડ કરી હતી. બાદમાં તેમના જણાવ્યા પ્રમાણે પ્રોસેસ કરી અને ઓટીપી આવતા ગયા. તો સામેથી કહેવાયું કે, તમારું એકાઉન્ટ ટૂંક સમયમાં બ્લોક થઈ જશે. જેનો મેસેજ અને ઈ-મેઈલ મળી જશે.

ત્યાર બાદ અમોને તેઓએ પ્લે સ્ટોર ઓપન કરવા જણાવ્યું અને તેમાં PLAY PROTECT SETTINGS OFF કરવા જણાવ્યું હતું. ત્યાર બાદ તેઓએ અમારી પાસે અમારું ઈ-મેઇલ, જન્મતારીખ, માતાનું નામ પુછ્યું હતું. જે અમે તેઓને જણાવેલું. તે દરમિયાન પણ ઓટીપી આવતા હતા. જેથી તેમને જણાવ્યું કે, અમારું એકાઉન્ટ બ્લોક થયેલું નથી. તેઓએ અમને વોટ્સએપ ઉપર મેસેજ કર્યો કે, તમારું એકાઉન્ટ બ્લોક થઇ ગયેલું છે. ત્યાર બાદ અમોને તેના ઉપર શંકા જતા અમે ફોન કટ કરી ત્યાર બાદ મારા નેટબેન્કિંગ માટેની એપ્લિકેશન ચેક કરતા અમારા બે એકાઉન્ટમાંથી વિવિધ ટ્રાન્જેક્શન થકી રૂપિયા 5,47,991 કપાઈ ગયા હતા. બાદમાં સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

Share :

Leave a Comments