સુરત લગ્નમાં ગયેલા વડોદરાના પરિવારના બંધ મકાનમાંથી 40 હજારની મતાની ચોરી

MailVadodara.com - 40-thousand-votes-stolen-from-the-locked-house-of-a-family-from-Vadodara-who-went-to-a-Surat-wedding

વડોદરાનાં સયાજીપુરા આવેલી સોસાયટીના મકાનમાં રહેતો પરિવાર સુરત ખાતે લગ્ન પ્રસંગમાં ગયો હતો. ત્યારે તસ્કરોએ તેમના મકાનને નિશાનને બનાવી દાગીના મળી 40 હજારની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જેથી મકાન માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

વડોદરા શહેરનાં સયાજીપુરા ટાઉનશીપ રોડ ઉપર અવધ સીટી ડુપ્લેક્ષમાં રહેતા તરુણકુમાર ભુગુકુમાર પાઠક નિવૃત જીવન ગુજારુ છે. તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 13 ડિસેમ્બરના રોજ સાંજે હુ તથા મારા પત્ની નામે સાધનાબેન સાથે અમારા ઘરને તાળું મારી સુરત ખાતે અમારા સંબંધીના ઘરે લગ્ન પ્રસંગમાં ગયા હતા. તા.15 ડિસેમ્બરના રોજ બપોરના પોણા એક વાગ્યાના સુમારે અમારા પાડોશમાં રહેતા રમણભાઇ પારેખે ફોન કરી જણાવ્યું હતું કે, તમારા મકાનનું તાળું તૂટેલું છે. જેથી હું તથા મારી પત્ની સુરત ખાતેથી વડોદરા અમારા ઘરે પરત આવ્યા હતા. 

વડોદરા પરત આવી ઘરે તપાસ કરતાં સામાન વેર-વિખેર હાલતમાં પડ્યો હતો તેમજ નીચેના માળે બેડરૂમના લાકડાના કબાટના ડ્રોવરમાં રાખેલા રોકડ રૂપિયા આશરે 5000 તથા મકાનના ઉપરના માળે તપાસ કરતા દરવાજાનો નકૂચો તૂટેલ હતો તેમજ ઉપરના માળના ચાંદીના દાગીના મળી રૂપિયા 40,000ની ચોરી કરી કોઈ ચોર ઇસમ લઈ ગયેલાનું જણાવ્યું હતું. જે બાબતે પાડોશીના ઘરે લગાવેલા સીસીટીવી કેમેરામાં તપાસ કરી હતી. જેમાં અમારા મકાનનું આંગણુ દેખાતું હતું અને ત્રણ અજાણ્યા શંકાસ્પદ ઇસમો મોટર સાઇકલ પર પસાર થતા દેખાયા હતા. પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Share :

Leave a Comments