નંદેસરીની કેમિકલ કંપનીમાં કામગીરી દરમિયાન ગેસ ગળતર થતાં 4 કામદારને ઝેરી ગેસની અસર

નંદેસરીમાં અલીન્દ્રા ફાર્માકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ઘટના સર્જાઇ

MailVadodara.com - 4-workers-exposed-to-toxic-gas-due-to-gas-leakage-during-operation-in-Nandesari-Chemical-Company

- તમામ કામદારોને નંદેસરી સ્થિત દીપક મેડિકલ ફાઉન્ડેશનમાં સારવાર હેઠળ ખસેડાયા ચાલી રહી છે, નંદેસરી પોલીસ તપાસ શરૂ


વડોદરાની નંદેસરી જીઆઇડીસીમાં વારંવાર દુર્ઘટનાઓ દરમિયાન કામદારો જીવ ગુમાવે છે. ત્યારે આજે ફરી એકવાર નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં આવેલ અલીન્દ્રા ફાર્માકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં મટિરિયલ બાનવવાની કામગીરી દરમિયાન બેરિંગ તૂટી જતા ગેસ ગળતર થયું હતું. જેમાં ચાર કામદારને ઝેરી ગેસની અસર થઈ હતી. આ તમામ કામદારોને સારવાર અર્થે નંદેસરી સ્થિત દીપક મેડિકલ ફાઉન્ડેશનમાં ખસેડાયા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.


વડોદરાની નંદેસરી સ્થિત વિવિધ કંપનીઓ છાસવારે ખુલ્લી હવામાં ઝેરી ગેસ છોડવામાં આવે છે. જે આસપાસના ગ્રામજનો અને કામદારોના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. આજે નંદેસરી ખાતે આવેલ અલીન્દ્રા ફાર્માકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગેસનું ગળતર થતાં ચાર કામદારોને અસર થઈ હતી. જેઓને સારવાર અર્થે નંદેસરી સ્થિત દીપક મેડિકલ ફાઉન્ડેશનમાં ખસેડાયા હતા. સમગ્ર બનાવ અંગે નંદેસરી પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ભોગ બનેલા કામદારોમાં દિનેશભાઈ સિરથ (ઉ.વ. 47 વર્ષ), કિરણભાઈ પઢીયાર (ઉ.વ. 30 વર્ષ), હર્ષદભાઈ પરમાર (ઉ.વ. 28 વર્ષ) અને સુરેન્દ્રભાઈ ગોહિલ (ઉ.વ. 26 વર્ષ) નો સમાવેશ થાય છે. આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.


નંદેસરીમાં થતા વારંવારના અકસ્માતો અને ઝેરી ગેસ ગળતર જેવી ઘટનાઓને રોકવામાં તંત્ર નિષ્ફળ બન્યું છે. ત્યારે ગ્રામજનોએ ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ મામલે નાંદેસરી પોલીસ સ્ટેશનના પી. આઇ. એમ. આર. સંગાડાએ જણાવ્યું હતું કે, કંપનીમાં ગેસ ગળતર થયાની માહિતી મળતાં અમે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. જે કામદારોને ગેસની અસર થઈ છે, તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.


Share :

Leave a Comments