- વારસિયાના લક્ષ્મણ કુલ સેન્ટરના માલિક તેના પુત્ર સહિત 4 લોકોએ યુવકના ઘરે જઇ તેના પિતા અને તેના ભાઇને માર મારી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ
વડોદરા શહેરના વારસીયા વિસ્તારમાં દૂધ લેવા ગયેલા યુવકે દૂધની થેલી મુકવા પ્લાસ્ટિકથી થેલી માંગતા દૂધ સેન્ટરના માલિક સહિત 4 લોકોએ માર્યો હતો. આ ઉપરાંત યુવકના પિતા અને ભાઇને પણ માર્યો હતો. આ મામલે વારસીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના વારસીયા વિસ્તારમાં રહેતો યુવક કુમાર ભાલીયાએ વારસીયા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું દૂધ લેવા માટે લક્ષ્મણ કુલ સેન્ટર પર ગયો હતો અને મેં લક્ષ્મણભાઇ પાસેથી દૂધની થેલી લીધી હતી. દૂધની થેલી રાખવા માટે પ્લાસ્ટિકની થેલી માંગતા લક્ષમણભાઈએ મને ગાળો આપી હતી. આ સમયે લક્ષ્મણભાઈનો નાનો દીકરો રામભાઈ આવ્યો હતો અને મને લાફો માર્યો હતો.
આ સમયે આકાશ લાલવાણી આવ્યો હતો અને તેને પણ મને લાફો માર્યો હતો. જેથી હું ઘરે જતો રહ્યો હતો, જેથી ગીરીશ ઉર્ફે ગુરુ, રામભાઈ અને આકાશ લાલવાણી મારા ઘરે આવ્યા હતા અને ગીરીશે મને પાછળથી પકડીને મને નીચે પાડી દીધો હતો. મેં બુમાબુમ કરતા માતા-પિતા બહાર આવી ગયા હતા. આ સમયે મારા પિતાએ તેઓને ઝઘડો ન કરવા સમજાવ્યા હતા. જેથી ગિરીશે મારા પિતાને લાફો માર્યો હતો અને આ લોકોએ મને મારા પિતા અને મારા ભાઇને માર માર્યો હતો. જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.