વડોદરા કોર્પોરેશનમાં વ્યવસાય વેરો ભરવાની મુદ્દત પૂરી થવામાં 4 દિવસ બાકી, છેલ્લી તા.૩૦ સપ્ટેમ્બર

કોર્પોરેશને 2023-24માં વ્યવસાય વેરાની આવકનો લક્ષ્યાંક 59.25 કરોડ રાખ્યો!

MailVadodara.com - 4-days-left-for-payment-of-business-tax-in-Vadodara-Corporation-last-date-30th-September

- વ્યવસાય વેરો ન ભરનાર પાસેથી 18% વ્યાજ અને પેનલ્ટી વસૂલ કરાશે

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને વર્ષ 2023-24માં વ્યવસાય વેરાની આવકનો લક્ષ્યાંક આશરે 59.25 કરોડ રાખ્યો છે. કોર્પોરેશન દ્વારા તારીખ 30 સપ્ટેમ્બર સુધીમાં કોર્પોરેશનની હદમાં વ્યવસાય કરતાં વ્યવસાયકોને વ્યવસાય વેરો ભરી દેવા સૂચના આપી છે. આ મુદત પૂરી થવા આડે ચાર દિવસ બાકી છે. તારીખ 30 સપ્ટેમ્બર સુધીમાં કોર્પોરેશનની વોર્ડ કચેરીમાં સવારે 9:30 થી બપોરે 3 વાગ્યા સુધીમાં વેરો ભરી શકાશે. 

વડોદરા કોર્પોરેશનમાં પીઆરસી એટલે કે રજીસ્ટ્રેશનવાળા અને પીઈસી એટલે કે એમ્પ્લોયરના અંદાજે 80,000 ખાતા છે. હવે જે લોકોનો વ્યવસાય વેરો નહીં ભરાયો હોય તેની પાસેથી વેરાના નાણા 18% વ્યાજ અને પેનલ્ટી સાથે વસૂલ કરવા મહેસુલી રાહે પગલાં લેવા કોર્પોરેશન કાર્યવાહી કરશે. કોર્પોરેશન દ્વારા જણાવાયું છે કે, જેને આ વેરો ભરવાનો થતો હોય પરંતુ હજી સુધી રજીસ્ટ્રેશન કરાવેલું ન હોય અને વેરો પણ ભરેલો ન હોય તેવા કરદાતાઓને વેરો ભરી દેવા માટે કોર્પોરેશનની સંબંધીત વહીવટી વર્ડ કચેરીમાંથી ફોર્મ મેળવી જરૂરી પુરાવા સાથે વેરો ભરી દેવો જોઈએ. આમ છતાં જો વેરો ભરવામાં નહીં આવે તો કોર્પોરેશન નોટિસોની બજવણી શરૂ કરશે તેમ જાણવા મળ્યું છે.

Share :

Leave a Comments