અમદાવાદના યુવકને વડોદરા બોલાવી કારમાં ગોંધી રાખી રૂા.50 હજારની માંગણી કરનાર 4 ઝડપાયા

મૂળ રાજસ્થાનના અને હાલ અમીન રેસિડેન્સીમાં રહેતા નરેશભાઈ રોત (ડામોર)એ ફરિયાદ નોંધાવી

MailVadodara.com - 4-arrested-who-called-a-youth-of-Ahmedabad-to-Vadodara-and-locked-him-in-the-car-and-demanded-50-thousand

- યુવકે યુવતીની છેડતી કરી હોવા અંગે સમાધાન કરવાં અમદાવાદથી વડોદરા બોલાવ્યો હતો

વડોદરા શહેરના અલકાપુરીમાં આવેલી સોસાયટીમાં કામ કરતા યુવકે યુવતીની છેડતી કરી હોવા અંગે સમાધાન કરવાં અમદાવાદથી વડોદરા બોલાવ્યો હતો. ત્યારબાદ યુવકનું બળજબરીપૂર્વક કારમાં બેસાડી અપહરણ કરી યુવતીની છેડતીના બદલામાં રૂપિયા 50 હજાર આપવા પડશે, તેમ જણાવ્યું હતું. પરંતુ યુવકે તેની પાસે રૂપિયા નથી, તેમ કહેતાં ચારેય ઈસમોએ યુવકને માર માર્યો હતો. આ બાબતની જાણ શેઠને કરતાં આખરે પોલીસે આ ચારેય શખસોને ઝડપી પાડયા હતા.

મૂળ રાજસ્થાનના અને હાલમાં અલકાપુરી વિસ્તારમાં આવેલી અમીન રેસિડેન્સીમાં રહેતા નરેશભાઈ ભીખાલાલ રોત (ડામોર)એ ફરિયાદ નોંધાવી છે કે, મનીષાબેન મહેશ્વરીના ઘરે રહીને તેઓના ઘરે ઘરકામ કરૂ છું. મને અહીં મારા શેઠ ગૌતમ શર્મા મેનપાવરનું કામ કરતા હોવાથી તેઓએ મને આ નોકરી અપાવી છે. તેઓના કહેવાથી હું આ મકાનમાં કામ કરું છું. આ મકાનમાં મનીષાબેના સાસુ વયોવૃદ્ધ હોવાથી તેમના કેરટેકર તરીકે એક મહિલા પણ કામ કરે છે.

તા.9 ડિસેમ્બરના રોજ રાત્રિના એક વાગ્યાની આસપાસ હું રસોડામાં સૂતો હતો, ત્યારે મહિલા મારી પાસે આવી અને મને ઊંઘ નથી આવતી તેમ જણાવી તે મારી સાથે બિભત્સ વાતો કરવા લાગી હતી. ત્યારબાદ મેં તેની સાથે અડપલા કરવા લાગ્યો હતો અને ત્યારબાદ તે રસોડાની બહાર જતી રહી હતી. બાદમાં હું અમદાવાદ ચાણક્યપુરી ખાતે અગાઉ કામ કરતો હતો, ત્યા કમે લાગ્યો હતો.

દરમિયાન મારા શેઠ ગૌતમ શર્માએ મને ફોન કરી જણાવ્યું કે, તું મહિલાની છેડતી કરીને ભાગી ગયો છે. તું આવ સમાધાન કરાવી આપુ. જેથી હું અમદાવાદથી વડોદરા આવી કડક બજારના નાકા પાસે રેલવે સ્ટેશન સામે આવી મારૂ લોકેશન મોકલી આપ્યું હતું. જ્યાં ગૌતમ શર્મા તેની સાથે અનિલ સૌનાવત, શૈલેશ નાગડા અને હાર્દિક રાઠોડ કાર લઈને સાંજના કડક બજારનાનાકા પાસે આવી ચાલ ગાડીમાં બેસી જા તેમ જણાવતા મેં ગાડીમાં બેસવાની ના પાડતા મને ગાડીમાં બેસાડી દીધો હતો. ત્યારબાદ ગાડી અલકાપુરી ખાતે લઈ ગયા અને ત્યા સમાધાન કરવા માટે લઈ ગયેલ નહીં અને મને જણાવ્યુ કે, અમારે સમાધાન નથી કરાવવું, અમને રૂપિયા 50 હજાર આપી દે તો તને છોડી મુકીએ. મેં હાલમાં મારી પાસે રૂપિયા નથી તેમ જણાવતા આ ચારેય જણાએ મને ગાડીમાં માર માર્યો હતો. બાદમાં વડોદરા ગોત્રી તથા ગોરવા તરફ ગાડીમાં લઈને માર મારતા મારતા ફેરવતા હતાં. જેથી મેં મારથી બચવા માટે મારા જુના રોઠ સુનિલભાઈ અગ્રવાલને ફોન કરી ગૌતમ શર્મા સાથે વાત કરાવતા ગૌતમ શર્માએ જણાવેલ તેણે મહિલાની છેડતી કરી છે, જેથી ખર્ચાના રૂપિયા 50 હજાર લેવાના છે.

જૂના શેઠે પોલીસને જાણ કરતા ચારેયને ઝડપી પાડયાં ત્યારે સુનિલભાઈએ જણાવેલ કે, રૂપિયા લઈને ક્યાં આવવાનુ છે. ત્યારબાદ સુનિલભાઈએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં જાણ કરતા થોડીવારમાં અમે જ્યાં ઉભા હતા ત્યાં આવી અને એમને સયાજીગંજ પોલીસે ગૌતમ શર્મા સહિત ચાર લોકો ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments