પ્રયાગરાજ, કાશી અને ચિત્રકૂટ દર્શન કરવા ગયેલા પરિવારના બંધ ઘરમાંથી 4.72 લાખ મત્તા ચોરાઇ

ફતેપુરાના ભવાની ચોકમાં રહેતા મનોજ જગતાપ પરિવાર સાથે 7 દિવસના પ્રવાસે ગયા હતા

MailVadodara.com - 4-72-lakh-rupees-stolen-from-the-locked-house-of-a-family-who-had-gone-to-Prayagraj-Kashi-and-Chitrakoot-for-darshan

- બે તિજોરીઓમાં 4.22 લાખ રૂપિયાની કિંમતના સોના ચાંદીના ઘરેણા અને 50 હજાર રૂપિયા રોકડા મળીને કુલ 4.72 લાખની મત્તાની ચોરી કરી તસ્કરો પલાયન

વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલ કોયલી ફળિયામાં રહેતો પરિવાર પ્રયાગરાજ, કાશી અને ચિત્રકૂટ ખાતે દર્શન કરવા માટે ગયો હતો. તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને પહેલા અને બીજા માળે તિજોરીઓમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી 4.72 લાખ રૂપિયાની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. સિટી પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલા કોયલી ફળિયા ભવાની ચોકમાં રહેતા મનોજભાઈ બચુરાવ જગતાપે સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું ગોલ્ડન ચોકડી પાસે આવેલી ટ્રાન્સફર કંપનીમાં નોકરી કરું છું. ગત 21 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે અમે પરિવાર સાથે અમારા માસીના દીકરા નામે પ્રકાશ સાહેબરાવ પાટીલની ઇકો કારમાં તેઓની સાથે પ્રયાગરાજ, કાશી, ચિત્રકૂટ ખાતે દર્શન કરવા સારૂ 7 દિવસના પ્રવાસમાં ગયા હતા.

કાશીથી ચિત્રકૂટ જતા હતા ત્યારે 25 ફેબ્રુઆરીના રોજ સવારના 6 વાગ્યે ફરિયાદીના કાકાના છોકરા નિલેષભાઈ મનહરલાલ જગતાપનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તમારા ઘરનું તાળું તૂટેલુ છે અને ઘરમાં ચોરી થઈ લાગે છે. જેથી 26 ફેબ્રુઆરીના રોજ સવાર 4 વાગ્યે ઘરે પરત આવ્યા હતા અને ઘરના બીજા અને ત્રીજા માળે સમાન વેર વિખેર પડેતો નજરે પડ્યો હતો.

બે તિજોરીઓમાં 4.22 લાખ રૂપિયાની કિંમતના સોના ચાંદીના ઘરેણા અને 50 હજાર રૂપિયા રોકડા મળીને કુલ 4.72 લાખની મત્તાની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. સિટી પોલીસ દ્વારા ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

Share :

Leave a Comments