વડોદરામાં 37 વર્ષીય મહિલાએ સાતમાં માળેથી કૂદીને જીવન ટૂંકાવ્યું, ઘટના સીસીટીવીમાં કેદ

તુલસીધામ ચાર રરતા પાસેની સ્વામી સહજાનંદનગરમાં રહેતી મહિલાએ આપઘાત કર્યો

MailVadodara.com - 37-year-old-woman-jumps-from-seventh-floor-in-Vadodara-to-cut-short-her-life-incident-caught-on-cctv

- આસપાસના લોકોએ મહિલાને જોઈ હતી પણ બચાવે તે પહેલાં છલાંગ લગાવી લીધી

વડોદરામાં 37 વર્ષીય મહિલાએ સાતમાં માળેથી કૂદીને મોતને વહાલું કરી લીધુ હતું. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. મહિલા સાતમાં માળ પર થોડી ક્ષણ બેસી રહી હતી અને બાદમાં તેણે મોતની છલાંગ લગાવી હતી. આસપાસના લોકોએ મહિલાને જોઈ હતી પણ કોઈ બચાવવા જાય તે પહેલાં તેણે છલાંગ લગાવી લીધી હતી.


વડોદરામાં 37 વર્ષીય મહિલાએ સાતમાં માળેથી કૂદીને જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાનાં CCTV પણ સામે આવ્યા છે. માંજલપુર વિસ્તારમાં આવેલ તુલસીધામ ચાર રરતા પાસે આવેલી સ્વામી સહજાનંદનગરમાં રહેતાં મનીષા કદમના પતિ સવારે કામે ગયા હતા અને તેમનો બંને સંતાનો પણ ઘરે નહોતા. મનીષાબેન ઘરેથી નીકળી નજીકમાં આવેલી શ્રીકુંજ હાઈટ્સના સાતમાં માળે જતાં રહ્યાં હતો. સાતમાં માળની બાલ્કનીની પાળી પર જઈને બેસી ગયાં હતાં. બાજુમાં જ આવેલી હોસ્પિટલના માણસોએ મહિલાને આ રીતે બેસેલી જોતા તેઓ તાત્કાલિક 7માં માળે મહિલાને બચાવવા માટે દોડ્યા હતા.


જોકે, મહિલાએ તે પહેલા મોતની છલાંગ લગાવી દીધી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, મહિલા છેલ્લા ઘણા સમયથી તાણમાં રહેતી હતી. તપાસ કરતા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, મહિલા તાણમાં રહેતા હોવાને કારણે તેઓને નાની-નાની વાતમાં ખોટું લાગી આવતું હતું. જેના કારણે તેઓએ આ પગલુ ભર્યું હોય તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે. હાલમાં પોલીસ વધુ તપાસ કરી રહી છે.


પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, શનિવારે મહિલાનો અને તેમના દીકરાનો જમવા બાબતે ઝઘડો થયો હતો. તેના બીજા જ દિવસે મહિલાએ આત્મહત્યાનું પગલું ભર્યું હતું. જેથી પોલીસ આ બાબતે પણ તપાસ હાથ ધરી છે.

માંજલપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એલ. ડી. ગમારાએ જણાવ્યું હતું કે, મહિલાના આપઘાત કેસમાં અમે તપાસ કરી રહ્યા છીએ, મહિલાના મોબાઈલની પણ તપાસ કરવામાં આવી રહી છે. મહિલાના પરિવારના પણ નિવેદન લેવામાં આવશે.

Share :

Leave a Comments