વડોદરામાં ગતિશક્તિ યુનિવર્સિટીમાં વિવિધ ફેકલ્ટીના 32 નવા અધ્યાપકોની ભરતી કરાશે

યુનિવર્સિટીની સ્થાપના બાદ પહેલીવાર વિદ્યાર્થીઓના ટેક ફેસ્ટનું આયોજન કરાયું

MailVadodara.com - 32-new-faculty-members-of-various-faculties-will-be-recruited-in-Gati-Shakti-University-in-Vadodara


કેન્દ્ર સરકારના રેલવે મંત્રાલયના હસ્તકની અને વડોદરામાં કાર્યરત ગતિશક્તિ યુનિવર્સિટીનું આગામી શૈક્ષણિક વર્ષથી વિસ્તરણ કરવાની કવાયત ચાલી રહી છે. જેના ભાગરૂપે યુનિવર્સિટીમાં 32 અધ્યાપકોની ભરતી કરવામાં આવશે.

માંજલપુર ખાતેની રેલવે સ્ટાફ કોલેજમાં ગતિશક્તિ યુનિવર્સિટીની સ્થાપના બાદ પહેલી વખત વિદ્યાર્થીઓના ટેક ફેસ્ટનું આયોજન કરાયું છે. જેમાં 700 વિદ્યાર્થીઓ સામેલ થયા છે. આ પ્રસંગે યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર મનોજ ચૌધરીએ કહ્યું હતું કે, હાલમાં યુનિવર્સિટીમાં 12 અધ્યાપકો છે અને વિવિધ ફેકલ્ટીના 32 અધ્યાપકોની ભરતી કરવાનો નિર્ણય લેવાયો છે. આ માટે ઓનલાઈન એપ્લિકેશન કરવાની છેલ્લી તારીખ 26 માર્ચ રાખવામાં આવી છે.


મળતી વિગતો પ્રમાણે જે અધ્યાપકોની ભરતી કરવામાં આવી રહી છે તેમાં સિવિલ એન્જિનિયરિંગ, ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, કોમ્પ્યુટર સાયન્સ, મિકેનિકલ એન્જિનિયરિંગ, માર્કેટિંગ, એકાઉન્ટિંગ એન્ડ ફાઈનાન્સ અને ઈકોનોમિક્સનો સમાવેશ થાય છે. અધ્યાપકોની આસિસટન્ટ પ્રોફેસર અને એસોસિએટ પ્રોફેસરના હોદ્દા પર ભરતી કરવામાં આવશે.

દરમિયાન આજે યુનિવર્સિટીના ટેક ફેસ્ટમાં વિવિધ કોર્પોરેટ કંપનીઓના એક્ઝિક્યુટિવ્સના લેક્ચર યોજાયા હતા. વડોદરાના સાંસદ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. તેમણે યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરને ટકોર કરી હતી કે, અહીંયા ભણતા મોટા ભાગના વિદ્યાર્થીઓ ગુજરાત બહારથી છે એટલે તેમને વડોદરાની સંસ્કૃતિનો પરિચય કરાવવો જોઈએ.


ટેક ફેસ્ટમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના પ્લાસ્ટિક વેસ્ટમાંથી પેટ્રોલ બનાવવાના પ્રોજેક્ટ સહિતના બીજા પ્રોજેકટ પણ પ્રદર્શિત કરાયા છે. પેટ્રોલ બનાવવાના પ્રોજેકટ હેઠળ એક કિલો દીઠ પ્લાસ્ટિકમાંથી અડધો લીટર પેટ્રોલ બનાવવામાં વિદ્યાર્થીઓને સફળતા મળી છે. વધારે સંશોધન માટે રેલવે મિનિસ્ટ્રી દ્વારા આ પ્રોજેકટને બે કરોડ રૂપિયાની ગ્રાંટ પણ ફાળવવામાં આવી છે.

Share :

Leave a Comments