- લાલબાગ ટાંકી ખાતે ભૂગર્ભ સંપને ઇન્ટર કનેક્શન અને વેમાલી ખાતે ફીડર લાઈનમાં જોડાણની કામગીરીને ધ્યાનમાં રાખી પાણી વિતરણમાં વીલંબ થશે
વડોદરા કોર્પોરેશન દ્વારા લાલબાગ ટાંકી ખાતે ભૂગર્ભ સંપને ઇન્ટર કનેક્શન અને વેમાલી ખાતે ફીડર લાઈનમાં જોડાણ કરવાની કામગીરીને ધ્યાનમાં રાખી પાણી વીલંબમાં વિતરણ કરવામાં આવશે. જેથી વડોદરા શહેરના પૂર્વ ઉત્તર અને દક્ષિણ ઝોન વિસ્તારના ત્રણ લાખ લોકોને પીવાના પાણીની તંગી સર્જાશે, જેથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોકોને પાણી સંગ્રહ કરવા સલાહ આપી છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની પાણી પુરવઠા શાખા દ્વારા જાહેર નોટિસ આપી જણાવાયું છે કે, લાલબાગ ટાંકી ખાતે ભુગર્ભ સંપને ઇન્ટરકનેકશન કરવાની કામગીરી આવતીકાલે તા.26મીના રોજ સવારના 9 કલાક બાદ હાથ ધરવાની છે, જેથી લાલબાગ ટાંકી પરથી પાણી મેળવતા વિસ્તાર માંજલપુર દિપ ચેમ્બર, તુલસીધામ વિસ્તાર, જગનનાથપુરમ, માંજલપુર ગામ વિસ્તાર, લાલબાગ એસ.આર.પી. વિસ્તાર, સીંધવાઇમાતા રોડ, મકરપુરા ડેરી રોડ, દન્તેશ્વર ગામ વિસ્તાર, વિશ્વામીત્રી સ્ટેશન વિસ્તારમાં તા.26ના રોજ સવારના 9:00 કલાક બાદથી સવારના અને સાંજના સમયે પાણી વિતરણ નિયત સમય કરતા વિલંબથી, હળવા દબાણથી તેમજ ઓછા સમય માટે કરવામાં આવશે. તેમજ તા.27મીએ બુધવારના રોજ સવારના અને સાંજના સમયેનું પાણી વિલંબથી થશે તેમજ રાજમહેલ રોડ, શીયાબાગ, નવાપુરા વિસ્તાર, આર.વી. દેસાઇ રોડ, જયરત્ન બિલ્ડીંગ આસ-પાસના વિસ્તારમાં પાણી વિતરણ નિયત સમય કરતા વિલંબથી, હળવા દબાણથી તેમજ ઓછા સમય માટે કરવામાં આવશે. એ જ પ્રમાણે ઉત્તર ઝોન વિસ્તારમાં વેમાલી ખાતે નંદાલય રોડ સુધી નાખેલી ફીડર નળીકાનું જોડાણ હયાત 1354 એમ.એમ. ડાયાની ફીડર નળીકા સાથે કરવાનું હોઇ તા.26મીના રોજ પુર્વ ઝોનના આજવા બુસ્ટર, એરપોર્ટે બુસ્ટર, ખોડિયાર નગર બુસ્ટર, દરજીપુરા બુસ્ટર, વારસિયા બુસ્ટર તથા ઉત્તર ઝેનની કારેલીબાગ ટાંકી, નોર્થ હરણી ટાંકી, પુનમ નગર સવારના ઝોનમાં પાણી વિતરણ કર્યા બાદ કામગીરી શરુ કરશે અને તા.27મીના રોજ કામગીરી પુર્ણ થશે. જેથી પાણી વિલંબથી અને હળવા દબાણથી વિતરણ કરવામાં આવશે. આ બાબતને વિસ્તારના નાગરિકોએ જરૂરી પાણીનો સંગ્રહ કરી લેવા કોર્પોરેશને સૂચના આપી હતી.