સરકારી CCTV, ટ્રાફિક સિગ્નલ તથા LED સ્ક્રિનની બેટરીઓની ચોરી કરનાર 3 રીઢા આરોપી ઝડપાયા

વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે CCTV ફૂટેજ તપાસ કરતાં શંકાસ્પદ આરોપીઓ દેખાયા હતા

MailVadodara.com - 3-habitual-criminals-arrested-for-stealing-government-CCTV-traffic-signal-and-LED-screen-batteries

- ચોરી કરેલ બેટરીઓને ભંગારમાં વેચી દીધાની કબૂલાત, ક્રાઈમ બ્રાન્ચે ચોરી કરેલી 216 બેટરીઓ મળીને 12 લાખથી વધુ કિંમતના મુદ્દામાલ જપ્ત કર્યો, 13 ગુના ડીટેકટ કર્યા


વડોદરા શહેરમાં સરકારી CCTV, ટ્રાફિક સિગ્નલ તથા LED સ્ક્રિનની બેટરીઓની ચોરી કરનાર 3 રીઢા આરોપીઓને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. ચોરી કરેલી 216 બેટરીઓ સાથે મળીને કુલ 12 લાખથી વધુ કિંમતના મુદ્દામાલ જપ્ત કર્યો છે અને 13 ગુનાઓ ડીટેકટ કર્યા છે.

વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ટેકનીકલ, હ્યુમન સોર્સ તેમજ સી.સી.ટી.વી ફુટેજની તપાસ દરમિયાન બેટરી ચોરીઓના ગુનામા બે શંકાસ્પદ આરોપીઓ ઓટોરીક્ષામાં બેટરી ચોરી કરવાના ગુના આચરતા હોવાનુ જણાઇ આવ્યું હતું. આ શંકાસ્પદ જણાઇ આવેલ શકમંદ શખસોની તપાસ દરમ્યાન મેન્ટર પ્રોજેક્ટના પોલીસ કર્મચારીઓ દ્વારા અગાઉ ચોરી કરવાવાળા આરોપીઓ જેઓ રીક્ષા ચલાવતા હોય તેઓની માહિતી મેળવતા અગાઉ મિલ્કત સંબધી ગુનાઓમાં પકડાયેલ આરોપી યાસીન ઉર્ફે મુરીદ ઇસ્માઇલભાઇ પઠાણ શંકાસ્પદ જણાયો હતો, જેથી તેની તપાસ કરતા રાત્રીના સમયે ઘરે જણાઇ ન આવતા તેના પર વધુ શંકા ગઈ હતી.


આ શંકાસ્પદ જણાઇ આવેલ આરોપીઓ અંગે સતત તપાસ દરમિયાન ટીમને બાતમીદારથી બાતમી મળેલ કે, અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલ યાસીન ઉર્ફે મુરીદ પઠાણ, ઝહિર ઉર્ફે કાલીયો મલેક બેટરીઓ લઇને આગળ નંબર વગરની ઓટોરીક્ષા લઇને અકોટા ગામથી તાંદલજા તરફ જાય છે. આ શખસો પાસેની બેટરીઓ ચોરીની શંકાસ્પદ છે એવી બાતમીના આધારે રૂટની ટીમના માણસોએ અકોટા ખાતે વોચ ગોઠવી. આ દરમિયાન માહિતી મુજબની ઓટોરીક્ષા આવતા ઓટોરીક્ષાને કોર્ડન કરી હતી અને ઓટોરીક્ષામાં ચાલક ઝહિર ઉર્ફે કાલીયા હુશૈનભાઇ મલેક (રહે. અકોટા ગામ નવાવાસ વડોદરા શહેર), યાસીન ઉર્ફે મુરીદ ઇસ્માઇલભાઇ મલેક (રહે. મઢ ફળીયુ, નવીનગરી, તાંદલજા ગામ, વડોદરા શહેર) મળી આવ્યા હતા.


ઓટોરીક્ષામા જોતા જુદી-જુદી કંપનીની નાની-મોટી સાઇઝની બેટરી દોઢ લાખની કિંમતની 30 બેટરીઓ મળી આવી હતી. આ બંનેની સઘન પૂછપરછ દરમિયાન તેઓએ છેલ્લા એક માસ દરમ્યાન વડોદરા શહેરમાં જુદી-જુદી જગ્યાએ જાહેર રોડ ઉપર લગાડેલ એલ.ઇ.ડી સ્ક્રિન, ટ્રાફિક સિગ્નલ, સી.સી.ટી.વી કેમેરાના પોલમાં લગાડેલ પેટીમાંથી બેટરી ચોરી કરવાના ગુનાઓ આચરેલ હોવાનુ તેમજ આ ગુના આચરવા તેઓ પાસેની ઓટોરીક્ષાનો ઉપયોગ કરેલાનું તેમજ તેઓ પાસેથી મળેલ બેટરીઓ ચોરીની હોવાની અને કેટલીક ચોરી કરેલ બેટરીઓને ભંગારમાં વેચી દીધી હોવાની કબૂલાત કરી હતી.

આ તપાસ દરમિયાન બંને આરોપીઓ દ્વારા ચોરી કરી વેચેલ કુલ 147 બેટરીઓ કબજે કરવામાં આવી હતી. આમ આ બન્ને શખસો દ્વારા ચોરી કરેલ કુલ 177 બેટરીઓ જપ્ત કરી હતી. આ દરમિયાન વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે પપ્પુભાઈ લાખાભાઈ દેવીપુજકને ચોરીની 10 બેટરી સાથે ઝડપી પાડ્યો હતો. તેમજ આરોપીએ ઇસમે ચોરી કરી જુદા-જુદા વ્યક્તિઓને આપેલ વધુ 29 બેટરી શોધીને કબજે કરવામાં આવી હતી. આમ આ આરોપી ઇસમ પપ્પુભાઇ દેવીપુજકનાએ ચોરી કરેલ કુલ- 39 બેટરી અને એકટીવા કબજે કરી આ આરોપી દ્વારા ચોરી કરેલ બેટરીઓ અંગે વડોદરા શહેરના જુદા-જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ 3 (ત્રણ) ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવ્યો છે.

Share :

Leave a Comments