- સ્ટેટ મોનિટરીંગ સેલે વિદેશી દારૂની 348 નંગ, 5 ટુ-વ્હિલર, 8 નંગ મોબાઈલ અને રોકડ મળી કુલ 2.88 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો
વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં દારૂબંધી હોવા છતાં પણ ઠેર ઠેર દારૂનું વેચાણ સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ ચાલતું હોય છે. આવી પરિસ્થિતિમાં સ્ટેટ મોનિટરીંગ સેલ ગાંધીનગરથી આવી કાર્યવાહી કરી સ્થાનિક પોલીસની ઊંઘ ઉડાડે છે. છેલ્લાં બે દિવસથી વડોદરા ગ્રામ્ય પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં SMCએ ત્રીજી રેડ કરતા ગ્રામ્ય પોલીસમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. તાલુકા પોલીસ મથકમાં બે દિવસમાં આ બીજી SMCની રેડ છે ત્યારે સ્થાનિક પોલીસ હજુ ઊંઘી રહી છે.
સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા તાલુકા પોલીસ મથકના સિંધરોટ પાસે આવેલા નેદજીપુરાની કોતરોમાં ખુલ્લી જગ્યામાં રેડ કરી વિદેશી દારૂના વેપલાનો સ્ટેટ મોનિટરીંગ સેલે પર્દાફાશ કર્યો છે. સ્થળ પરથી 46 હજારથી વધુનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે ત્રણ શખસને ઝડપી પાડયા છે. આરોપીઓને તાલુકા પોલીસને સોંપીને વધુ તપાસ શરૂ કરી છે, આ ઉપરાંત દારૂ સપ્લાય કરનાર સહિત ખરીદી કરવા આવેલા કુલ આઠ શખસોને વોન્ટેડ જાહેર કર્યાં છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લાં બે દિવસમાં SMCની આ ત્રીજી રેડ છે. તાલુકા પોલીસ માટે આ બીજી રેડ એટલે સ્થાનિક પોલીસ સામે એનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે.
વડોદરાનાં તાલુકા પોલીસ સ્ટેશન બાદ આજે કરજણ પોલીસ સ્ટેશનના વલણ ગામમાં રેડ કરી ત્યારબાદ ફરી તાલુકા પોલીસ મથકના સિંધરોટ વિસ્તારમાં રેડ કરી હતી. આ કાર્યવાહીમાં ત્રણ શખસને સ્થળ પરથી ઝડપી પાડયા હતા જેમાં સંજયભાઈ સુથાભાઈ પરમાર (રહે. ઉમેટા, ફતેપુરા સીમ વિસ્તાર, વડોદરા શહેર), મહેન્દ્રસિંહ રામસિંહ પરમાર (રહે. સરખી, ગઢવડુ ફળિયું, વડોદરા શહેર) અને નરેશભાઈ મનુભાઈ ચુનારા (રહે. ભાથીપુરા, વડોદરા શહેર)નો સમાવેશ થાય છે. આ સાથે ત્યાં આવેલા ગ્રાહકો સહિત સપ્લાય કરનાર આઠ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યાં છે. તેઓ પાસેથી વિદેશી દારૂની 348 નંગ બોટલ કુલ કિંમત રૂ. 46,561, 5 ટુ-વ્હિલર જેની કુલ કિંમત રૂ. 2 લાખ રૂપિયા, 8 નંગ મોબાઈલ કિંમત રૂ. 40,000 અને રોકડ જપ્ત રૂ.1,710 મળી કુલ 2.88 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ શખસો સામે તાલુકા પોલીસ મથકમાં પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
વોન્ટેડ આરોપીઓ
1. કરણસિંહ ખુમાનસિંહ ગોહિલ (દારૂનો ધંધો કરનાર મુખ્ય આરોપી)
2. (2) 3 એક્ટિવા મુકીને નાસી જનર દારુ લેવા અવનાર
3. (3) 4 મોબાઈલ મુકીને નાસી જનાર ગ્રહકો