ગ્રાહકોના ટુ-વ્હીલર સર્વિસના નાણાં કંપનીમાં જમા ન કરાવી શો-રૂમમાં મેનેજરે 3.56 લાખની છેતરપિંડી આચરી

મેનેજરે કંપની સાથે 3.56 લાખની છેતરપિંડી કરતા મકરપુરા પોલીસમાં ફરિયાદ

MailVadodara.com - 3-56-lakh-fraud-in-the-showroom-by-not-depositing-the-customer-two-wheeler-service-money-with-the-company

- મેનેજરે ગ્રાહકો પાસેથી પર્સનલ એકાઉન્ટમાં 1.98 લાખ લીધા હતા

વડોદરાના માંજલપુર વિસ્તારમાં યુવી ટી.વી.એસ કંપનીના શો-રૂમના મેનેજરે ગ્રાહકો પાસેથી ટુ-વ્હીલરની સર્વિસના નાણાં લઇને કંપનીમાં જમા નહીં કરાવીને કંપની સાથે 3.56 લાખની છેતરપિંડી આચરી છે. આ મામલે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલા યુવી ટી.વી.એસ કંપનીના શો-રૂમના જનરલ મેનેજર હર્ષદ ઠક્કર (ઉ.33)એ મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, 1 ઓગસ્ટ-2023થી 9 માર્ચ-2024 સુધીમાં યુવી ટીવીએસ કંપનીના સિંધવાઇ માતા રોડ પર આવેલા સર્વિસ સેન્ટરના મેનેજર ભાવીક પ્રવિણચંદ્ર શાહ (રહે. શાંતિકુંજ સોસાયટી, દિપ ચેમ્બર રોડ, માંજલપુર, વડોદરા) કંપનીમાં ટુ-વ્હીલરની સર્વિસ કરાવા આવતા ગ્રાહકોના સર્વિસ કરેલા ટુ-વ્હીલરના બીલના નાણાંની રકમ યુવી ટીવીએસ કંપનીના સર્વિસ સેન્ટરમાં જમા કરાવી નહોતી.

તેઓએ મેનજર પદનો દુરુપયોગ કરીને અંદાજે 1,58,271 લાખ રૂપિયાની ઉચાપત કરી હતી. તેમજ સર્વિસ સેન્ટર આવતા 10 જેટલા ગ્રાહકોના પર્સનલ નંબર મેળવીને ગ્રાહકોના મોબાઇલ પર ફોન કરીને વિશ્વાસમાં લીધા હતા અને યુવી ટીવીએસ કંપનીના નામે ટુ-વ્હીલર ગાડી સર્વિસ તેમજ ગાડીમાં નવા સ્પેરપાર્ટ્સ નાખવાના બહાને ગ્રાહકો પાસેથી પર્સનલ એકાઉન્ટમાં 1,98,600 રૂપિયા લીધા હતા.

આમ યુવી ટીવીએસ કંપની સાથે કુલ 3,56,871 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી છે. આ મામલે મેં મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મકરપુરા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

Share :

Leave a Comments