વડોદરામાં 2024માં 29 હત્યા, 16 લૂંટ અને 43 ચેઈન સ્નેચિંગ અને 485 વાહન ચોરાયા

વર્ષ 2024 દરમિયાન શહેરમાં 1958 ગુના બન્યા, જેમાંથી 519 ગુના પોલીસે ડિટેક્ટ કર્યા

MailVadodara.com - 29-murders-16-robberies-and-43-chain-snatchings-and-485-vehicles-stolen-in-Vadodara-in-2024

- ઘરફોડ ચોરીના 236 ગુનામાંથી 90 ગુના ડિટેક્ટ થયા જેમાંથી ક્રાઈમ બ્રાન્ચે 52 ગુના ડિટેક્ટ કર્યા, વાહન ચોરીના 208 ગુના પોલીસે અને 150 ગુના ક્રાઇમ બ્રાન્ચે ડિટેક્ટ કર્યા

વડોદરા ક્રાઈમ રેટ સતત વધી રહ્યોરહ્યો છે. વડોદરા શહેરમાં વર્ષ 2024 દરમિયાન 29 હત્યાની ઘટનાઓ સામે આવી હતી. આ ઉપરાંત 16 જેટલી લૂંટની ઘટનાઓ પણ બની હતી. સૌથી વધુ વાહનચોરીની 485 ઘટનાઓ સામે આવી છે. જ્યારે ઘરચોરીની 236 અને સાદી ચોરીની 241 ઘટનાઓ સામે આવી હતી. આ ઉપરાંત ચેઈન સ્નેચિંગની 43 જેટલી ઘટનાઓ બની હતી અને ચીલઝલપની આ ઘટનાઓ સામે આવી હતી.

વડોદરા શહેરમાં વર્ષ 2024 માં બનેલી હત્યાની 29 ઘટનાઓ પૈકી તમામ ઘટનાઓમાં પોલીસે ગુના ડિટેક્ટ કર્યા હતા. જે પૈકી છ ગુના વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ડિટેક્ટ કર્યા હતા. લૂંટના 16 ગુનામાં તમામ ગુના પોલીસે ડિટેક્ટ કર્યા કર્યા હતા.. જે પૈકી 8 ગુના વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ડિટેક્ટ કર્યા હતા.ચેઈન સ્નેચિંગની 43 જેટલી ઘટનાઓ બની હતી જે પૈકી 37 ગુનાઓ પોલીસે ડિટેક્ટ કર્યા હતા જેમાંથી 27 ગુનાઓ વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ડિટેક્ટ કર્યા હતા.

ચીલઝલપના 8 ગુનામાંથી 6 ગુના ડિટેક્ટ થયા છે જેમાંથી 4 ગુના વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ડિટેક્ટ કર્યા હતા. તો ઘરફોડ ચોરીના 236 ગુનામાંથી 90 ગુના ડિટેક્ટ થયા છે જેમાંથી 52 ગુના વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ડિટેક્ટ કર્યા છે. વાહન ચોરીના 485 ગુનામાંથી 208 ગુના પોલીસે ડિટેક્ટ કર્યા છે, જેમાંથી 150 જેટલા ગુનાઓ વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ડિટેક્ટ કર્યા છે. તો સાદી ચોરીને 241 ગુનામાંથી 133 ગુના પોલીસે ડિરેક્ટ કર્યા છે જેમાંથી 49 ગુનાઓ વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ડિટેક્ટર કર્યા છે.

વડોદરા શહેરમાં વર્ષ 2024 દરમિયાન 1958 ગુના બન્યા હતા જેમાંથી 519 ગુના પોલીસે ડિટેક્ટ કર્યા છે જ્યારે 50039 ગુના અન ડિટેક્ટ રહ્યા છે. જે પૈકી 296 ગુના વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ડિટેક્ટ કર્યા છે.

Share :

Leave a Comments