વડોદરાના સમાજ સુરક્ષા સંકુલમાં રહીને અભ્યાસ કરતા 24 પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા આપશે

ડીઈઓ કચેરીના અધિકારીઓએ રાઈટરની મંજૂરી આપવા માટે કેમ્પનું આયોજન કર્યુ હતું

MailVadodara.com - 24-Prajnachaksha-students-studying-in-the-Social-Security-Complex-of-Vadodara-will-appear-for-the-board-exam

- પરીક્ષાની તૈયારીઓમાં વ્યસ્ત આ વિદ્યાર્થીઓને રાઈટરની સુવિધા અપાઇ

વડોદરાના નિઝામપુરા ખાતેના સમાજ સુરક્ષા સંકુલમાં રહીને અભ્યાસ કરી રહેલા 24 પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ પણ ધો.10 અને ધો.12ની બોર્ડ પરીક્ષા આપશે.પરીક્ષાની તૈયારીઓમાં વ્યસ્ત આ વિદ્યાર્થીઓને રાઈટરની સુવિધા આપવામાં આવી છે. આજે ડીઈઓ કચેરીના અધિકારીઓએ સમાજ સુરક્ષા સંકુલ ખાતે જઈને રાઈટરની મંજૂરી આપવા માટેના કેમ્પનુ આયોજન કર્યુ હતુ અને આ દરેક વિદ્યાર્થીને રાઈટરની ફાળવણી કરી હતી.

સરકારના સામાજિક ન્યાય વિભાગ તેમજ દીપક ફાઉન્ડેશન દ્વારા સમાજ સુરક્ષા સંકુલનુ સંચાલન કરવામાં આવે છે. અહીંયા ચાલતી બ્લાઈન્ડ સ્કૂલમાં હાલમાં 116 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. દર વર્ષે સંખ્યાબંધ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષામાં બેસતા હોય છે. આ વર્ષે 11 વિદ્યાર્થીઓ ધો.10 અને 12 વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા આપવાના છે. આ તમામ વિદ્યાર્થીઓને સ્વાભાવિક રીતે રાઈટરની જરુર પડવાની છે. જેમને ડીઈઓ કચેરીના ધક્કા ના ખાવા પડે તે માટે ગત વર્ષની જેમ આ વર્ષે પણ કચેરી દ્વારા સમાજ સુરક્ષા સંકુલમાં જઈને આજે રાઈટર આપવાની કાર્યવાહી પૂરી પાડવામાં આવી હતી.

વિદ્યાર્થીઓને સમાજ સુરક્ષા સંકુલની બ્લાઈન્ડ સ્કૂલમાં બ્રેઈલ લિપિના પુસ્તકો તેમજ મોબાઈલ એપ અને કોમ્પ્યુટરની મદદથી ભણાવવામાં આવે છે. છેલ્લા ચાર વર્ષમાં 10૦ જેટલા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ ધો.10 અને ધો.12ની બોર્ડ પરીક્ષા અહીંથી આપી ચુકયા છે.

આ ઉપરાંત જયેશ નામનો વિદ્યાર્થી અંશતઃ બ્લાઈન્ડ છે. જોકે અગાઉ તે જે સ્કૂલમાં ભણતો હતો ત્યાંના શિક્ષકોને તેને ઓછું દેખાય છે તે વાતનો ખ્યાલ આવ્યો નહોતો. જેના કારણે તેણે રાઈટર વગર પરીક્ષા આપી હતી. ત્રીજી ટ્રાયલે તેણે ધો.10ની પરીક્ષા પાસ કરી હતી. એ પછી તેને અભ્યાસ માટે કોઈ મદદ નહોતી મળી પણ 2023માં તે સમાજ સુરક્ષા સંકુલના અન્ય એક વિદ્યાર્થી થકી બ્લાઈન્ડ સ્કૂલમાં ભણવા આવ્યો હતો. આ વખતે તે ધો.12ની પરીક્ષા આપશે.

Share :

Leave a Comments