વડોદરા જિલ્લાના શિનોરના ખેડૂતને UKના વર્ક પરમિટ વિઝા આપવાના બહાને 3 ભેજાબાજોએ 22.70 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી છે. આ મામલે માંજલપુર પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
વડોદરા જિલ્લાના શિનોરના સાધલી ગામના સહયોગ પાર્કમાં રહેતા ખેડૂત અલતાફહુસેન દિલાવરખાન પરમારે માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ જણાવ્યું છે કે, માંજલપુર દરબાર ચોક્ડી પાસે સાલીન કોમ્પલેક્ષમાં ધ વર્લ્ડ વિઝા હબ નામની વિઝા કન્સલ્ટન્સની ઓફિસમાં અમે તુષાર દિલીપભાઈ સપકાળને મારી પત્નીના UKના વર્ક વિઝા કરી આપવા માટે મળ્યા હતા. પત્નીના વિઝાના કામ માટે 28 લાખ રૂપિયા નક્કી કર્યા હતા. તેઓએ કુલ 28 લાખ રૂપિયા લઇ વિઝા કરી આપ્યા ન હતા. અમે પૈસાની માંગણી કરતા સમજૂતી કરાર કરી 5.30 લાખ રૂપિયા પરત આપ્યા હતા. જ્યારે બાકીની રકમ માટે ચેક આપ્યા હતા. ચેક બેંકમાં ડિપોઝિટ કરાવતા તે રિટર્ન થયા હતા. આખરે છેતરપિંડીના કિસ્સા મામલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં તુષાર સપકાળ, જયદીપ પટેલ અને સાવિત્રી તિવારી સામે ગુનો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.