લગ્નની લાલચે સગીરા સાથે દુષ્કર્મ કરનાર આરોપીને 20 વર્ષની સખત કેદ અને 10 હજારનો દંડ ફટકારાયો

માંજલપુર પોલીસ સ્ટેશનમાં 25 નવેમ્બર 2021ના રોજ ફરિયાદ નોંધાઇ હતી

MailVadodara.com - 20-years-rigorous-imprisonment-for-the-accused-who-raped-a-minor-for-the-lure-of-marriage

- આરોપી દિનેશ પરમારે સગીરાના વાંધાજનક ફોટા પાડી વાયરલ કરવાની તેમજ સગીરા અને તેના પરીવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

- ભોગ બનનાર સગીરાને વળતર પેટે રૂ.6 લાખની રકમ ચૂકવવાનો આદેશ

વડોદરા શહેરના માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગત તા.25 નવેમ્બર 2021ના રોજ નોંધાયેલ ફરીયાદ અનુસંધાને સગીરા સાથે દુષ્કર્મ, છેડતી અને ધમકી આપવાના ગુનામાં વડોદરા પોક્સો કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. 

વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરીયાદ મુજબ, આરોપી દિનેશ ઇશ્વરભાઇ પરમાર (રહે. રાધવનગર વુડા, અટલાદરા) એ સગીરાને લગ્નની લાલચ આપીને પોતાના ઘરમાં બોલાવીને અને ફરવા લઈ જઈને અનેક વખત સગીરાની મરજી વિરુદ્ધ શારીરીક સંબંધો બાંધ્યા હતા અને દિનેશે સગીરાના વાંધાજનક ફોટા પાડીને તેને વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. આ ઉપરાંત સગીરાને “જો તું આ વાત તારા ઘરના સભ્યોને કહીશ, તો તને તથા તારા પરીવારને જાનથી મારી નાખીશ” એવી પણ ધમકી આપી હતી. ગુનાની તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે, આરોપી 35 વર્ષનો દીનેશ પરમાર પરણિત છે અને બે સંતાનોનો બાપ છે. 

આ કેસ સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં ચાલી જતાં સરકાર તરફે એડી.પી.પી. આર.એસ.ચૌહાણે કરેલી દલીલો અને પોલીસ દ્વારા રજુ કરવામા આવેલા પુરાવાઓને ધ્યાને રાખીને સ્પે.પોક્સો જજ અને ચોથા એડીશનલ સેસન્સ જજ એમ.ડી.પાન્ડયેએ આરોપી દિનેશ પરમારને દોષિત ઠરાવી 20 વર્ષ સખ્ત કેદની સજા તથા 10,000 દંડની સજા ફટકારી છે. જ્યારે ભોગ બનનાર સગીરાને વળતર પેટે રૂ.6 લાખની રકમ ચૂકવવાનો આદેશ કર્યો છે.

Share :

Leave a Comments