સ્લોવાકિયાના વિઝા બનાવી આપવાના બહાને 2 ભેજાબાજોએ 3.62 લાખની છેતરપિંડી કરી

મહિલાના પુત્રના વિઝા બનાવી આપવાનું કહી ઠગોએ ૩ મહિના સુધી ફાઇલ તૈયાર ન કરી

MailVadodara.com - 2-scammers-defrauded-3-62-lakhs-on-the-pretext-of-issuing-Slovakia-visa

- મહિલાએ બે શખ્સ વિરુદ્ધ ઠગાઇની ફરિયાદ જે. પી. રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવી

વડોદરાના દિવાળીપુરા વિસ્તારમાં રહેતી મહિલાના પુત્રના સ્લોવાકિયાના વિઝા બનાવી આપવાનું કહીને તેમની પાસેથી રૂ. 4.12 લાખ બે ઠગોએ પડાવ્યાં હતા. પરંતુ ત્રણ મહિના સુધી કોઇ વિઝાની ફાઇલ તૈયાર કરી ન હતી. જેથી મહિલાએ રૂપિયા પરત માગતા ઠગોએ માત્ર રૂ.50 હજાર આપ્યા હતા જ્યારે બાકીના રૂ. 3.62 લાખ આજ દીન સુધી પરત નહી કરીને મહિલા સાથે છેતરપિંડી આચરી હતી. જેથી મહિલાએ બે શખ્સ વિરુદ્ધ ઠગાઇની ફરિયાદ જે. પી. રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલી પરીચય પાર્ક સોસાયટીમાં રહેતા સેજલબેન પરીમલભાઇ ક્રિશ્ચને ફરિયાદ નોંધાવી છે કે, હું વિઝા કન્સલ્ટન્સી કામ કરુ છુ. મારા પુત્રના સ્લોવાકિયાના વીઝા કઢાવવાના હોય મુજમહુડા રોડ પર આવેલી કરીયર સોલ્યુસન એકેડેમીની ઓફિસ ગયા હતા, ત્યારે તેઓએ ચૈતન્ય શંભુ પટેલ (રહે. વિદ્યાનગર) સંપર્ક કરીને તમે જો તેમની પાસે ઇમીગ્રેશનનું કામ કરશો તો ફાયદો થશે. જો કોઇ છેતરપિંડી થાય તો તે નાણા હુ ચુકવી દઇશ તેવું કહ્યું હતું. જેથી મે ચૈતન્ય પટેલને મળ્યા હતા ત્યારે તેઓએ ઇમીગ્રેશનનું કામ કરવા ભરોષો આપ્યો હતો અને તેમની પાસેથી સ્લોવાકિયાની બંને ફાઇલે પેટે ચૈતન્ય પટેલે રૂ. 4.12 લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરાવડાવ્યાં હતા.

ત્યારબાદ ત્રણ મહિનામાં કામગીરી પૂર્ણ થઇ જશે તેમ પણ કહ્યું હતું. ત્રણ મહિના જેટલો સમય થઇ ગયો હોવા છતાં તેણે કોઇ વિઝાની ફાઇલ તૈયાર કરી ન હતી અને તમારુ કામ નહી થાય તેમ કહી છેતરપિંડી આચરી હતી. જેથી મે સ્લોવાકિયાના ક્લાયન્ટને રૂપિયા પરત આપી દીધી હતા. જેથી ચૈતન્ય પટેલ પાસેથી વિઝાના રૂપિયા પરત આપવા માગણી કરી હતી. પરંતુ તેણે માત્ર 50 હજાર રૂપિયા પરત આપ્યા હતા. પરંતુ બાકીના રૂ. 3.62 લાખ તેની પાસે મહિલાએ વારંવાર માગણી કર્યા હોવા છતાં આજદીન સુધી રૂપિયા પરત નહી આપીને જયેશ પટેલ તથા ચૈતન્ય પટેલ દ્વારા છેતરપિંડી આચરવામાં આવી હતી. જેથી જે.પી. રોડ પોલીસ દ્વારા મહિલાની ફરિયાદના આધારે બંને ઠગો વિરુદ્ધ ગુનો નોંધી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Share :

Leave a Comments