વીમા પોલીસી બંધ કરાવાના નામે ઠગાઇ કરનાર 2 આરોપીને સાઇબર સેલે દિલ્લીથી ઝડપી પાડ્યા

MailVadodara.com - 2-accused-who-cheated-in-the-name-of-cancellation-of-insurance-policy-were-caught-by-cyber-cell-from-Delhi

- પોલિસીની રકમ રિફંડ અપાવવાનું કહીને છાણી વિસ્તારમાં રહેતી મહિલા પાસેથી બે લાખ રૂપિયા ઠગોએ પડાવી લીધા હતા

છાણી વિસ્તારમાં રહેતી મહિલાને ઇન્સ્યોરન્સ પોલિસીની રકમ રિફંડના અપાવવાનું કહીને મહિલા પાસેથી બે લાખ રૂપિયા ઠગોએ પડાવી લીધા હતા. ઠગાઈના બ્ાનાવમાં સાયબ્ાર સેલે દિલ્હીની ગેંગના બ્ો સાગરીતોને ઝડપી પાડ્યા છે.

વડોદરાના છાણી વિસ્તારમાં રહેતી પદ્માબેન નામની મહિલાએ ઇન્સ્યોરન્સ પોલિસીનું પ્રીમિયમ ભરવાનું બંધ કરી ઇન્સ્યોરન્સ કંપનીને જાણ કરતા થોડા દિવસ પછી ઈશાની ગુપ્તા નામની યુવતીનો તેના પર ફોન આવ્યો હતો અને પોલીસી કેમ બંધ કરાવો છો તેમ કહી પૂછપરછ કરી હતી.


મહિલાએ તેના પતિ ગુજરી ગયા હોવાથી 50 હજારનું પ્રીમિયમ ભરી શકે તેમ નથી તેમ કહી પોલિસી બંધ કરવા માટે સૂચના આપી હતી. જેથી ઈશાનીએ તેમના બોસ અમલ રાઠોડનો સંપર્ક કરવા માટે કહ્યું હતું. અમન રાઠોડએ રૂપિયા 8,00,000નું રિફંડ બે દિવસમાં આપવાનું કહી મહિલા સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ મહિલાને પ્રોસેસિંગ ફી, ડોક્યુમેન્ટ ચાર્જ, જીએસટી તેમજ એજન્ટની બાદબાકી થતા તેને કંપની તરફથી ચૂકવવાની રકમ ઉપર લાગતી જીએસટીની રકમ ચૂકવવાના નામે મહિલા પાસે કુલ બે લાખ પડાવી લીધા હતા.

આ બનાવ અંગે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવતા સાયબર સેલે બેંક એકાઉન્ટના ડીટેઇલની તપાસ કરી દિલ્હીથી રાજેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ તેમજ આશુતોષ મોહરાંત ઝા (જય વિહાર, બપોરોલા, દિલ્હી, વેસ્ટ) ને ઝડપી પાડ્યા હતા. બંને બેન્ક એકાઉન્ટ હોલ્ડરના ટ્રાન્જેક્શનનોની પોલીસ તપાસ કરી રહી છે.

Share :

Leave a Comments