અટલાદરામાં લગ્નમાં ગયેલ વેપારીના મકાનમાંથી ડોલર અને દિરહામ સહિત 2.70 લાખની ચોરી

બન્સી બંગ્લોમાં રહેતા વેપારી પત્ની સાથે ચેન્નઈ ખાતે ભાણેજના લગ્ન પ્રસંગમાં ગયા હતા

MailVadodara.com - 2-70-lakh-including-dollars-and-dirhams-stolen-from-the-house-of-a-married-businessman-in-Atladara

- પાડોશીએ તપાસ કરતા ઘરનો સરસામાન વેરવિખેર હતો

વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં રહેતા વેપારી પોતાના પત્ની સાથે ચેન્નઈ ખાતે ભાણેજના લગ્ન પ્રસંગમાં ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. ત્યારબાદ લોકરમાંથી સોના ચાંદીના દાગીના અને રોક્ડ રકમ મળી 2.70 લાખ રૂપિયાની મતાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જેથી પરત આવી વેપારીએ ચોરીની ફરિયાદ અટલાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલા બન્સી બંગ્લોમાં રહેતા વિજયકુમાર નાયર સયાજીગંજ વિસ્તારમાં ખાતે આવેલ યુનિક ટ્રેડ સેન્ટર ખાતે શબ્દ પબ્લીકેશનની ઓફિસ ધરાવી છેલ્લા 35 વર્ષથી ધંધો કરે છું. તેઓએ અટલાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા ભાણેજના ચેન્નઈ ખાતે લગ્ન પ્રસંગ હોવાથી હું તથા મારી પત્ની નયનાબેન 17 જાન્યુઆરીના રોજ સવારના 10 વાગ્યે અમારા મકાનના દરવાજા બારી બારણા બંધ કરી અમદાવાદ એરપોર્ટથી ચેન્નઈ જવા માટે નીકળ્યા હતા.

ચેન્નઈ ખાતે મારા ભાણેજના લગ્નમાં ગયેલ હતા અને 20 જાન્યુઆરીના રોજ મારી ઓફિસમાં કામ કરતા કર્મચારી રાકેશ ચતુરભાઇ સોલંકી અમારા મકાનની કમ્પાઉન્ડની નવી દિવાલ બનેલ હોવાથી તેને પાંણી છાટવા માટે આવ્યા હતા. આ સમયે અમારા મકાનના પાછળના ભાગનો દરવાજો તૂટેલ હાલતમાં જોઈ મને ફોન કરીને કહ્યું હતું કે, ઘરના પાછળના દરવાજાનો નકુચો તુટેલો છે અને ઘરની અંદરની ગણપતિજીની મૂર્તિ ઘરની બહાર પડી છે. જેથી મેં રાકેશને અમારા પાડોશમાં રહેતા પ્રશાંતભાઈ ત્રિવેદીને બોલાવવાનું જણાવ્યું હતું. જેથી પ્રશાંતભાઈ અને મારા કર્મચારી ઘરની અંદર જઈને જોયેલ તો ઘરનો સરસામાન વેરવિખેર હાલતમાં પડેલ હતો.

પ્રશાંતભાઈએ મને કહ્યું હતું કે. ઘરમાં ચોરી થઈ છે, ત્યારબાદ મારા મિત્ર ધીરજભાઈ મારા ઘરે આવી ગયા હતા અને તેમણે ચોરી થયેલાની હકિકત જણાવી હતી. ત્યારબાદ હું અને મારી પત્ની 21 જાન્યુઆરીના રોજ ચેન્નઈથી વડોદરા ખાતે બેડરૂમના કબાટમાં રાખેશ સર સામાન વેરવિખેર હાલતમાં નીચે પડેલ હતો અને ગોદરેજ કંપનીનું લોકર કબાટની અંદર મુકેલ સોના-ચાંદીના દાગીના, એક ડિજિટલ કેમેરો, 1300 અમેરિકન ડોલર અને 500 દુબઈના દિરહામ મળી રૂ. 2.70 લાખની મતાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ મામલે મેં આટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Share :

Leave a Comments