શહેરના 3 પોલીસ સ્ટેશનના 189 બિનવારસી વાહનોની હરાજી કરાઇ

ત્રણેય પોલીસ સ્ટેશનના કુલ 189 વાહનોની 15.90 લાખ રૂપિયા કિંમત મળી

MailVadodara.com - 189-non-heritage-vehicles-of-3-police-stations-of-the-city-were-auctioned

વડોદરા શહેરના સયાજીગંજ, ફતેગંજ અને છાણી પોલીસ સ્ટેશનના 189 જેટલા બિનવારસી વાહનોની જાહેર હરાજી કરવામાં આવી હતી. જેમાં સયાજીગંજ પોલીસ સ્ટેશનના 26 ટુ-વ્હીલર અને 3 થ્રી વ્હીલર મળીને કુલ 29 વાહનોની હરાજી કરવામાં આવી હતી. જેના 3.21 લાખની કિંમત ઉપજી હતી. આ ઉપરાંત ફતેગંજ પોલીસ સ્ટેશનમાં 100 ટુ-વ્હીલરની હરાજી થઇ હતી. જેના 7.52 લાખની કિંમત ઉપજી હતી અને છાણી પોલીસ સ્ટેશનના 57 ટુ-વ્હીલર, 2 થ્રી વ્હીલર અને 1 ફોર વ્હીલરની હરાજી કરવામાં આવી હતી. જેના 5.18 લાખ રૂપિયા ઉપજ્યા હતા. આમ ત્રણેય પોલીસ સ્ટેશનના કુલ 189 વાહનોની 15.90 લાખ રૂપિયા કિંમત મળી હતી.

Share :

Leave a Comments