- આખું શહેર ઊંઘતું હોઈ ત્યારે મોડીફાઈડ સાયલન્સર ફિટ કરાવીને રોડ રસ્તા પર ફટાકા કરી તિવ્ર ઘોંઘાટ ફેલાવતા 17 બુલેટ ચાલકોના સાયલન્સરોને કાઢી FSLમાં મોકલાયાં
વડોદરા શહેરમાં અવારનવાર ટ્રાફિક શાખા દ્વારા બુલેટ મોડિફાઇડ સાઇલેન્સર સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. શહેર આખું ઊંઘતું હોઈ ત્યારે આતંક મચાવનાર મોડિફાઈડ બૂલેટ ચાલકો સામે શહેરની પશ્ચિમ ટ્રાફિક શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આ મોડીફાઈડ સાયલન્સરવાળા બુલેટ થકી તિવ્ર ઘોંઘાટ કરી ધ્વનિ પ્રદુષણ ફેલાવનારા 17 બુલેટ ડિટેઈન કરાયાં છે. જેમાં પહેલીવાર બુલેટમાંથી મોડિફાઈડ સાઇલેન્સરને કાઢી કોર્ટના હુકમ બાદ તેનો નાશ કરવામાં આવશે.
વડોદરા શહેર ટ્રાફિક પોલીસની પશ્ચિમ શાખા દ્વારા આવા વાહનચાલકો સામે લાલઆંખ કરવામાં આવી છે. શહેરમાં અમુક બુલેટ ચાલકો દ્વારા તેઓના બુલેટમાં નિયમ વિરૂધ્ધ મોડીફાઈડ સાયલન્સર ફિટ કરાવીને જાહેર રોડ રસ્તા પર ફટાકા કરી તિવ્ર ઘોંઘાટ કરે છે. જેથી સ્કુલમાં ભણતા વિદ્યાર્થીઓ, વડિલો હોસ્પિટલના દર્દીઓ પર માઠી અસર થાય છે. જેથી તિવ્ર ઘોંઘાટ ફેલાવતા 17 બુલેટ ચાલકોને પકડી મોડિફાઈડ સાયલન્સરોને કઢાવીને એફએસએલમાં મોકલી આપ્યાં છે.
આ અંગે પશ્ચિમ જોન ટ્રાફિક શાખાના એસીપી ડી. એમ. વ્યાસે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ચાલી રહ્યો છે. જેના અનુસંધાને સમય અત્યારે અલગ-અલગ હેડ નીચેની કાર્યવાહી કરીએ છીએ. વધુમાં વધુ અમે અવેરનેસની કાર્યવાહી કરીએ છીએ. જરૂર પડે એમ્ફોસમેન્ટની કામગીરી કરીએ છીએ. આ કામગીરી અંતર્ગત બુલેટની અંદર મોડિફાઇડ સાઇલેન્સર લગાવી વિકૃત અવાજ કરે છે, ઘોંઘાટ કરે છે અને આ મોટાભાગે રાત્રે 11 વાગ્યા પછી કરતા હોય છે. તે સમય દરમિયાન જે વિદ્યાર્થીઓ કે જેઓ પરીક્ષાની તૈયારી કરતા હોય, સિનિયર સિટીઝન અને હોસ્પિટલના દર્દીઓને ઘણી બધી તકલીફ પડતી હોય છે. જે અનુસંધાને પોલીસ કમિશનરના આદેશ અનુસાર અલગ-અલગ જગ્યાએ ટીમો બનાવી અમે આવી બુલેટો પકડીએ છીએ.
વધુમાં જણાવ્યું કે, આ સાઇલેન્સર ફરિવાર ન વપરાય તે માટે અમે સાઇલેન્સરને જમા લઈ અને કોર્ટના આદેશ મુજબ આગળની કાર્યવાહી કરીશું. હાલમાં પકડેલ મોડિફાઇડ બુલેટના 50 જેટલા સાઇલેન્સર અમે નીકાળ્યા છે. ગતરોજ 17 જેટલી બુલેટો ડિટેઇન કરી છે. આ તમામ સાઇલેન્સરને અમે કોર્ટના હુકમ બાદ તમામનો નાશ કરીશું.