વડોદરામાં કાલે 12મી ઇન્ટરનેશનલ મેરેથોન યોજાશે, 72 રસ્તાઓને ડાયવર્ઝન અપાયું

શહેર પોલીસ કમિશનર દ્વારા ઇન્ટરનેશનલ મેરેથોનને પગલે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

MailVadodara.com - 12th-International-Marathon-will-be-held-in-Vadodara-tomorrow-72-roads-have-been-diverted

- દોડમાં ફન રન, 5 કિલોમીટર, 10 કિલોમિટર, 21કિલોમિટર હાફ મેરેથોન અને 42 કિલોમીટરની ફૂલ મેરેથોનનું આયોજન કરાયું, 1.25 લાખથી વધુ લોકોનું રજીસ્ટ્રેશન

12મી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન માટે આવતીકાલે તા.2 ફેબ્રુઆરીએ યોજાનાર શહેર પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં મેરેથોનના રૂટ પર આવતા 72 જેટલા રસ્તાઓનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ મેરેથોનનું ફ્લેગ ઓફ રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીના હસ્તે થવાનું છે, ત્યારે પોલીસ વિભાગ દ્વારા પણ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

નવલખી મેદાન ખાતેથી સવારે 4.30 વાગ્યાથી ઈન્ટરનેશનલ મેરેથોનનો આરંભ થશે. મેરેથોનના કારણે સામાન્ય નાગરિકો અને વાહનચાલકોને તકલીફ ન પડે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં 72 રૂટના ડાઇવર્ઝન આપવામાં આવ્યાં છે અને ભારદારી વાહનો માટે 8 ડાઇવર્ઝન આપવામાં આવ્યાં છે.

12મી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનમાં ઈન્ટરનેશનલ દોડવીરો પણ ભાગ લઈ રહ્યા છે. દોડવીરોને કોઈ તકલીફ ન પડે અને સામાન્ય રાહદારીઓને પણ કોઈ સમસ્યા ન થાય તે માટે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ દોડમાં ફન રન, 5 કિલોમીટર, 10 કિલોમિટર, 21કિલોમિટર હાફ મેરેથોન અને 42 કિલોમીટરની ફૂલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે.

શહેરનાં નવલખી મેદાન ખાતેથી શરૂ થનાર આ દોડ માટે 5 કિમી વાળી મેરેથોન માટે 22 જગ્યાએ ડાઇવર્ઝન આપવામાં આવ્યાં છે અને નો પોર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે 10, 41 અને 42 કિલોમીટરની મેરેથોન માટે 50 રસ્તાઓનું ડાઇવર્ઝન આપવામાં આવ્યું છે અને તમામ રોડને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે મેરેથોનના રૂટ પર કોઈ ભારદારી વાહન ન આવે તે માટે 8 રોડનું ડાઇવર્ઝન આપવામાં આવ્યું છે.

મહત્વની વાત છે કે, છેલ્લા 12 વર્ષથી યોજાતી આ વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કેટલાક દેશી અને વિદેશી દોડવીરો જોવા મળશે. સાથે જ દિવ્યાંગો પણ આ દોડમાં ભાગ લેશે. અત્યાર સુધીમાં અંદાજિત 1.25 લાખથી વધુ રજીસ્ટ્રેશન થયા છે. જ્યારે ફુલ મેરથોન માટે 280થી વધુ ખેલાડીઓ દોડ લગાવશે. રાજ્યના મુખ્યમંત્રીના ફ્લેગ ઓફ બાદ આ દોડ શરૂ કરવામાં આવશે.

Share :

Leave a Comments