- મકરપુરા પોલીસે 2.14 લાખ રોકડા, 10 મોબાઇલ, 5 ટુ વ્હીલર મળી કુલ રૂ.4.49 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે
વડોદરા શહેરના ફતેગંજ પોલીસ સ્ટેશનના વહીવટદાર સહિત 12 જુગારીઓ જુગાર રમતા ઝડપાઈ જતા ચક્ચાર મચી ગઈ છે. પોલીસ જવાન જ જુગાર રમતા ઝડપાયો હોવાથી પોલીસ બેડામાં પણ ખડભડાટ મચી ગયો છે. મકરપુરા પોલીસે 4.49 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
મકરપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગઈકાલે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે, વડોદરા શહેરના તરસાલી શરદનગરના મકાન નંબર-696માં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ પાડતા 12 જુગારીઓ પકડાઈ ગયા હતા. જેમાં એક તો વડોદરાના ફતેગંજ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો સંજય સાહેબરાવ બેડસે હતો. પોલીસે તમામ 12 આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
મકરપુરા પોલીસે રેડ દરમિયાન જુગાર રમતા આરોપી પ્રણવ જય કૃષ્ણ ભાઈ પંચાલ (રહે શરદ નગર તરસાલી), પોલીસ હેડ કોન્સ્ટેબલ સંજય સાહેબરાવ બેડસે (રહે. સોમનાથ નગર તરસાલી, વડોદરા), કિરણકુમાર નટવરલાલ પંડ્યા (રહે. વિશાલનગર તરસાલી, વડોદરા), જીતેન્દ્ર દિલીપભાઈ બળગુજર (રહે. સમન્વય પર્સ, વડસર રોડ, વડોદરા), રાજેશ રણવીર સિંહ ભેલ (રહે. દેસાઈનગર, તરસાલી, વડોદરા), હરીશ જગદીશભાઈ પોતદાર (રહે. વિજયનગર, તરસાલી, વડોદરા), કિશોર અંબુભાઈ વણકર, (રહે. પરિશ્રમ પાર્ક તરસાલી, અજય કનૈયાલાલ વર્મા દેસાઈ કોલોની તરસાલી, વડોદરા), લક્ષ્મણ જગમાલભાઈ ભરવાડ (રહે. અનુપમ નગર દંતેશ્વર), રાજેશ બાબાસાહેબ ખરડે (રહે ગુરુદત્ત, સોસાયટી વાઘોડિયા રોડ, વડોદરા), શૈલેષ કનુભાઈ જયસ્વાલ (રહે. વિશાલ નગર, તરસાલી, વડોદરા) રમેશ બાબુભાઈ ચૌહાણ (રહે.શરદ નગર, તરસાલી, વડોદરા)નો સમાવેશ થાય છે. જુગારધામમાં પકડાયેલા આરોપી રમેશ ચૌહાણના મકાનમાં જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે 2.14 લાખ રોકડા, 10 મોબાઇલ, 5 ટુ વ્હીલર મળી કુલ રૂ.4.49 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.