લોકસભા ચૂંટણીના મતદાનમાં મતદાર ફોટો આઇડી સહિતના 12 દસ્તાવેજોને માન્યતા આપવામાં આવી

શહેર-જિલ્લાના માસ્ટર ટ્રેનર્સ માટે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં તાલીમ વર્ગ યોજાયો

MailVadodara.com - 12-documents-including-voter-photo-ID-were-recognized-for-voting-in-the-Lok-Sabha-elections

- ચૂંટણીમાં ઉપયોગમાં લેવાનાર ઇવીએમ, વીવીપેટમાં થયેલા સુધારા વિશે તાલીમાર્થીઓને માહિતી અપાઇ

- બેંક-પોસ્ટની ફોટોવાળી પાસબુક, સરકારી હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ફોટો સાથેના પેન્શન ડોક્યૂમેન્ટ સહિતને મંજૂરી મળી, ચૂંટણી વખતે રાખવાની તકેદારી વિશેના સૂચનો પણ આપવામાં આવ્યા

લોકસભા ચૂંટણી 2024 અને 136 વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી કામગીરીમાં રોકાયેલા પ્રિસાઇડિંગ ઓફિસર, મદદનીશ પ્રિસાઇડિંગ ઓફિસર તેમજ મતદાન સ્ટાફને તાલીમ આપી શકે તે માટે માસ્ટર ટ્રેનર્સને તાલીમ આપવા અર્થે તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક ટાંકની અધ્યક્ષતામાં યોજાયેલા આ તાલીમ વર્ગમાં વડોદરા શહેર-જિલ્લાના તમામ વિધાનસભા મત વિભાગના 100થી વધારે માસ્ટર ટ્રેનર હાજર રહ્યા હતા.

વિવેક ટાંકે શહેર-જિલ્લામાંથી હાજર રહેલા વિવિધ માસ્ટર ટ્રેનરને ચૂંટણી વખતે રાખવાની તકેદારીઓ તેમજ શું કરવું, શું ન કરવું, ચૂંટણી સંલગ્ન વિવિધ મુદ્દાઓ તેમજ જોગવાઇઓથી દરેક ટ્રેનરને માહિતગાર કર્યા હતા. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ તમામ માસ્ટર ટ્રેનર્સની મૂંઝવણો તેમજ તેમને ઉદભવેલા પ્રશ્નોના તર્કસંગત જવાબ આપીને તેમને માહિતગાર કર્યા હતા.


આ તાલીમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા તમામ માસ્ટર ટ્રેનર્સ તેમજ નવા ટ્રેનરને તાલીમ અર્થે તાલીમને મશીન વિભાગ તેમજ થિયરી વિભાગમાં વિભાજીત કરીને તબક્કાવાર માહિતી આપી હતી. તેમજ આ ચૂંટણીમાં ઉપયોગમાં લેવાનાર ઇવીએમ મશીન, વીવીપેટ મશીન તેમજ તેમાં થયેલા નવા સુધારા વિશે તાલીમાર્થીઓને તબક્કાસભર માહિતી આપી હતી. ગત ચૂંટણીના અનુભવો જણાવી તાલીમમાં ઉપસ્થિત રહેલા માસ્ટર ટ્રેનર્સને વિવિધ પગલાઓ વિશે તેમજ ચૂંટણી વખતે રાખવાની તકેદારી વિશેના સૂચનો આપવામાં આવ્યા હતા.

લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની પેટાચૂંટણી દરમિયાન મતદાન કરતાં પહેલાં મતદારે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ કરી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે. EPIC ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાન માટે અન્ય 12 દસ્તાવેજો પણ માન્ય કરવામાં આવ્યા છે.

આ દસ્તાવેજોમાં આધારકાર્ડ, મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ, બેંક/પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક, શ્રમ મંત્રાલયની યોજના હેઠળ આપવામાં આવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાનકાર્ડ, એન.પી.આર અન્વયે આર.જી.આઇ. દ્વારા ઇસ્યુ કરેલ સ્માર્ટ કાર્ડ, ઇન્ડિયન પાસપોર્ટ, ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેન્ટ, કેન્દ્ર, રાજ્ય સરકાર, જાહેર ક્ષેત્ર ઉપક્રમો, જાહેર લિમિટેડ કંપનીઓએ કર્મચારીઓને ઇસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો, સંસદસભ્યો, ધારાસભ્યો, વિધાન પરિષદના સભ્યોને ઇસ્યુ કરેલા સરકારી ઓળખપત્રો અને ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા ઇસ્યુ કરેલ યુનિક ડિસેબિલિટી આઇડી ID(UDID) કાર્ડનો સમાવેશ થાય છે, જે રજૂ કરી મતદાન કરી શકાશે. વધુમાં બિનનિવાસી ભારતીયોની જો મતદાર તરીકે નોંધણી કરેલ હોય તો તેઓએ મતદાન મથકે ફક્ત અસલ પાસપોર્ટ રજૂ કરી તેમની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે એમ જિલ્લા ચૂંટણી અધિકારી બિજલ શાહે જણાવ્યું છે.

આગામી તારીખ 31 માર્ચના રોજ અગત્યના સરકારી બીલો, ચેકો વગેરેના ખર્ચ સરળતાથી પડી શકે તથા વર્ષ 2023-24ના નાણાંકીય વર્ષની છેલ્લી તારીખોમાં મંજૂર થઈ આવતી ગ્રાન્ટ લેપ્સ જવાનો પ્રશ્ન ઉદભવે નહીં તે હેતુથી કલેક્ટર બી. એ. શાહે હુકમ બહાર પાડ્યો છે. આ મુજબ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, માંડવી શાખા, વડોદરા તેમજ વડોદરા જિલ્લાની તમામ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની શાખા તથા જિલ્લા તિજોરી કચેરી, વડોદરા તથા તમામ પેટા તિજોરી કચેરીઓ અને સરકારી બીલો/ચેકની લેવડ-દેવડ કરતી બેંકોને 31/03/24ના રોજ સરકારી બીલો/ચેકોની લેવડ-દેવડનું કામકાજ રાત્રિના 1200 કલાક સુધી ચાલુ રાખવા હુકમ કર્યો છે

Share :

Leave a Comments