વડોદરા પાલિકા દ્વારા અકોટા બ્રિજ સ્થિત સોલાર પેનલ નીચે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઇ

વિશ્વભરમાં આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

MailVadodara.com - 10th-International-Day-of-Yoga-celebrated-by-Vadodara-Municipality-under-solar-panel-at-Akota-Bridge


- વિધાનસભાના મુખ્ય દંડક, મેયર, ધારાસભ્યો, પોલીસ કમિશનર, કાઉન્સિલરો, શાળા-કોલેજોના બાળકો તેમજ ધાર્મિક સંસ્થાઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

વિશ્વભરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે વડોદરામાં પણ દાંડિયા બજાર અકોટા બ્રિજ પર આવેલ સોલાર પેનલ નીચે 10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે  વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુકલ, મેયર પિંકીબેન સોની,  ડે.મેયર ચિરાગ બારોટ, ધારાસભ્ય કેયુર રોકડીયા, પોલીસ કમિશનર નરસિમ્હા કોમર, કાઉન્સિલરો, શાળાના બાળકો સહિત પોલીસ વિભાગના કર્મચારીઓ અને તાલીમાર્થીઓ જોડાયા હતા.


ભારતભરમાં ઠેર ઠેર 9માં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે વડોદરા શહેર જિલ્લામાં પણ ઠેર ઠેર યોગદિવસની ઉજવણી યોગ આસનો અને યોગ ક્રિયાઓ કરીને કરવામાં આવી જેમાં સરકારી, અર્ધ સરકારી સંસ્થાઓ, શાળા-કોલજો, ધાર્મિક સંસ્થાઓ જોડાઈ હતી. વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરમાં 19 વોર્ડ અને દાંડિયા બજાર બ્રિજ સહિત 20 સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરાઈ હતી.


Share :

Leave a Comments