ઓફિસની રૂટીન કામગીરીમાં મુશ્કેલી પડતી હોવાથી કોર્પોરેશન દ્વારા 100 પ્યુન આઉટસોર્સિંગથી લેવાશે

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્યુનની 403 જગ્યા મંજૂર કરાઇ હતી

MailVadodara.com - 100-peons-will-be-outsourced-by-the-corporation-due-to-difficulties-in-the-routine-operations-of-the-office

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્યુનની 403 જગ્યા મંજૂર કરવામાં આવેલ છે. જેમાંથી 239 જગ્યા ખાલી છે. જેથી ઓફિસની રૂટીન કામગીરીમાં મુશ્કેલી પડતી હોવાથી કોર્પોરેશન દ્વારા હવે આઉટસોર્સિંગથી 100 પ્યુન માસિક ઉચ્ચક વેતનથી કોન્ટ્રાક્ટ ધોરણે લેશે.

આ અંગે સ્ટેન્ડિંગ સમિતિમાં એક દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. કોર્પોરેશનમાં પ્યુનની ખાલી જગ્યા ભરવા વારંવાર રજૂઆત કરવામાં આવે છે, પરંતુ સરકારના સામાન્ય વહીવટ વિભાગે કરેલા એક ઠરાવ મુજબ કાયમી પ્યુનની ભરતી ન કરતા આઉટસોર્સિંગથી સેવાઓ લેવાનું ઠરાવેલું હોવાથી સમગ્ર સભા સમક્ષ દરખાસ્ત રજૂ કરતા સભાએ વર્ષ 2022 માં ખાલી જગ્યા પૈકી 100ની જગ્યા પર આઉટસોર્સિંગથી પ્યુન લેવા મંજૂરી મેળવી હતી અને તે માટે ટેન્ડરો મંગાવ્યા હતા. જેમાં સાત ઇજારદારોએ ટેન્ડર ભરેલા હતા. જેમાંથી એકનું ટેન્ડર ડીસ્કોલીફાઈ થયું હતું. પ્યુનના 8 કલાકના વેતનની ગણતરી કરતા 100 પ્યુનનો ચાર માસનો અંદાજિત ખર્ચ 74.69 લાખ થાય છે. આ ઉપરાંત ઓવર ટાઈમ, લઘુતમ વેતન દર મા કરવામાં આવતા વધારા વગેરેને ધ્યાનમાં રાખતા ખર્ચ વધી શકે તેમ છે. 

માસિક ઉચ્ચક વેતનથી કોન્ટ્રાક્ટ ધોરણે પ્યુન સપ્લાય કરવાના વાર્ષિક ઇજારાના હાલના લઘુતમ વેતન મુજબન એક વર્ષનો ઇજારો કરવા સ્ટેન્ડિંગ સમિતિમાં દરખાસ્ત રજૂ થઈ છે.

Share :

Leave a Comments