- હરાજીમાં ભાગ લેવા અંગે અને ડિપોઝિટની રકમ 16 એપ્રિલ સુધીમાં ભરવાની રહેશે
- આ અંગેની વધુ વિગત મહાનગરપાલિકાની જમીન મિલકત શાખા ખાતેથી મળશે
વડોદરા મહાનગર પાલિકા હસ્તકના રહેઠાણના હેતુ માટે સમા વિસ્તારમાં અને કોમર્શિયલ સહિત હોસ્પિટલના હેતુ માટે હરણી અને સમાવિષ્ટ વિસ્તારમાં વધુ પાંચ પ્લોટો મળી જુદા-જુદા ક્ષેત્રફળના 10 પ્લોટો વેચાણથી આપવા અંગે જાહેર હરાજી આગામી તા.23 એપ્રિલ અને 30 એપ્રિલે ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગના કોન્ફરન્સ હોલમાં કરાશે.
વડોદરા મહાનગરપાલિકા હસ્તકના વસવાટના હેતુ માટેના સબ પ્લોટો જાહેર હરાજીથી વેચાણ માટે અરજીઓ મંગાવાઇ છે. ભારતનું નાગરિકત્વ ધરાવતી અને સબ પ્લોટો મેળવવા ઈચ્છુંક વ્યક્તિઓએ આગામી તા.16 એપ્રિલ સુધીમાં અરજી કરવાની રહેશે. જેમાં ટીપી નં.11 સમા વિસ્તારમાં વિવિધ 398ના ભાગના સબ પ્લોટ નં. 4, 21, 26, 28 અને 44 મળીને કુલ પાંચ પ્લોટ ઉપરાંત ટીપી સ્કીમ 11 સમા વિસ્તારમાં હોસ્પિટલના હેતુ માટે ફા.પ્લોટ નં.82, હરણી ફા. પ્લોટ 143, 156+157, 154 મળીને કુલ 10 પ્લોટોની જાહેર હરાજી ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગના કોન્ફરન્સ હોલમાં આગામી તા.24 અને તા.30 એપ્રિલે યોજાશે. હરાજીમાં ભાગ લેવા અંગે અને ડિપોઝિટની રકમ તા.16 એપ્રિલ સુધીમાં ભરવાની રહેશે. આ અંગેની વધુ વિગત મહાનગરપાલિકાની જમીન મિલકત શાખા ખાતેથી મળશે.