વડોદરાના ફાજલપુર ગામે મકાનમાં જુગાર રમતા 10 જુગારીઓ ઝડપાયા, 47 હજારનો મુદ્દામાલ કબજે

નંદેસરી પોલીસે પોસ્ટ ઓફિસવાળા ફળિયામાં રહેતા રમણભાઇ પઢીયારના મકાનમાં દરોડો પાડ્યો

MailVadodara.com - 10-gamblers-caught-gambling-in-a-house-in-Fajalpur-village-of-Vadodara-valuables-worth-47-thousand-seized

- નંદેસરી પોલીસે મકાનમાંથી રોકડા 25 હજાર, 6 મોબાઇલ કબ્જે કર્યા


વડોદરાના ફાજલપુર ગામે મકાનમાં ચાલતા જુગારધામ પર નંદેસરી પોલીસે રેડ કરીને 10 ખેલીઓને ઝડપી પાડ્યા હતા. જુગીરાઓની અંજડતી તથા દાવ પર લાગેલી રોકડ અને 6 મોબાઇલ મળી 47 હજારનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે. 

વડોદરા જિલ્લાના ફાજલપુર ગામે પોસ્ટ ઓફિસવાળા ફળિયામાં રહેતા રમણભાઇ ઉદેસિંહ પઢીયાર પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવીને જુગાર રમાડે છે. તેવી બાતમી વિસ્તારમાં પેટ્રોલિંગમાં રી રહેલી નંદેસરી પોલીસને મળી હતી. જેના આધારે પોલીસના માણસોએ બાતમી મુજબના મકાનમાં રેડ કરતા જુગારીઓમાં દોડધામ મચી ગઇ હતી. જોકે સ્થળ પરથી મુખ્ય સુત્રધાર 10 ખેલીઓ રમણ પઢિયાર, ગોપાલ કોટવાલ, તેજશ્વી પટેલ, હનિફ મન્સુરી, અનિલ રામનાણી, અબ્દુલ મલેક, ગોપાલ વાજી, વિક્કી પટેલ, રાજેશ પટેલ અને હર્ષદ પઢિયારને ઝડપી પાડ્યા હતા. નંદેસરી પોલીસ દ્વારા પકડાયેલા જુગારીઓની અંગજડતી કરવામાં કરતા રોકડા 23 હજાર તથા દાવ પર લાગેલી રોકડ મળી તેમજ 6 મોબાઇલ ફોન કિંમત રૂપિયા 21 હજાર મળી 47 હજારનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Share :

Leave a Comments