વડોદરાની શિક્ષિકાને બેંક એપ્લિકેશન અપડેટના નામે 1.99 લાખ પડાવનાર પ. બંગાળથી ઝડપાયો

ઠગ વિનિત ઝડપાય નહીં તે માટે તેની મિત્રનું બેંક એકાઉન્ટ વાપરતો હતો

MailVadodara.com - 1-99-lakh-paid-to-a-Vadodara-teacher-in-the-name-of-bank-application-update-Captured-from-Bengal

વડોદરા શિક્ષિકાને એસ.બી.આઇ બેન્કના કર્મચારીની ઓળખાણ આપીને યોનો એપ્લિકેશન અપડેટ કરવાના બહાને ક્વિક સપોર્ટ એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને ભેજાબાજે શિક્ષિકા સાથે રૂા.1.99 લાખની ઠગાઇ કરી હતી, જેના અનુસંધાને સાયબર ક્રાઇમ પોલીસે આરોપીની પશ્ચિમ બંગાળથી ધરપકડ કરી હતી.

વડોદરા શહેરના છાણી વિસ્તારની અવનિશ રેસિડેન્સી ખાતે રહેતા અને જિલ્લા પ્રાથમિક સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હેતલબેન પ્રકાશકુમાર મોદીને ગઈ તા.૯ એપ્રિલે રાત્રે સવા નવેક વાગે રાજેન્દ્ર પ્રસાદ નામની વ્યક્તિએ ફોન કરી જણાવ્યું કે, તમે એસબીઆઈની યોનો એપ બંધ કરી દીધી છે, જેથી આ એપ ચાલુ કરો. આ એપ હકિકતમાં બંધ કરી હોવાથી તેના પર વિશ્વાસ બેઠો હતો. બાદમાં ઠગે ક્વિક સ્પોર્ટ્સ નામની એપ ડાઉનલોડ કરાવી પાસવર્ડ લીધો હતો. આ સાથે બેન્ક એકાઉન્ટમાંથી પ્રથમ રૂપિયા ૨૫ હજાર ત્યાર પછી ઉપરા-છાપરી બીજા ચાર ટ્રાન્ઝેક્શન થયા હતા. બેંન્ક એકાઉન્ટમાંથી કુલ રૂપિયા ૧,૯૯,૪૦૦ ઉપડી ગયા હતાં. હેતલબેનને આ બાબતની જાણ થતાં સાયબર પોલીસ મથકમાં જાણ કરી હતી. પોલીસે હેતલબેનની ફરિયાદ પર તરત એક્શન લીધા હતા, પોલીસે ફોન ડિટેલ્સ અને ટેક્નિકલ સોર્સના આધારે આરોપી વિનીત રાજેન્દ્ર રોય (ઉં.વ-19)ને પશ્વિમ બંગાળથી ઝડપી પાડ્યો હતો.


વડોદરાની સામબર પોલીસની ટીમ કોલકત્તામાં એક સપ્તાહ સુધી રોકાઈ હતી અને લોકલ પોલીસ અને બાતમીના આધારે તેઓએ વિનીતને ઝડપી પાડ્યો હતો. વિનિત કોલકત્તામાં ફૂડ ડિલિવરીનું કામ કરે છે. અલગ-અલગ વ્યક્તિના બેંક એકાઉન્ટનું એક્સેસ પોતાની પાસે રાખીને તે બેંક એકાઉન્ટમાંથી રૂપિયા પડાવી લેતો હતો.

તપાસ દરમિયાન હેતલબેનના રૂપિયા જે એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તે એકાઉન્ટ મહિલાનું હતું. મહિલાની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે આ બેંક એકાઉન્ટ તેનો મિત્ર વાપરે છે, તેણે માત્ર મારા નામથી ખોલાવ્યું છે. જેથી પોલીસે તે મહિલા પાસેથી વિનિતની માહિતી મેળવી હતી, જેના દ્વારા તેઓ કોલકત્તા પહોંચ્યા હતા. અગાઉ તે કોલકત્તામાં પણ સાયબર ક્રાઈમના ગુનામાં ઝડપાયો હતો.

Share :

Leave a Comments