મકરપુરા જીઆઇડીસીની કંપનીમાંથી તસ્કરો કેબલ અને મશીનો સહિત 1.77 લાખની મતા ચોરી ફરાર

કંપનીના સંચાલક સંતોષ મહંતોએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

MailVadodara.com - 1-77-lakh-votes-stolen-by-smugglers-from-Makarpura-GIDC-company-including-cables-and-machines

વડોદરાના મકરપુરા જીઆઇડીસીમાં આવેલી કંપનીમાં પાછળથી ઘૂસેલા તસ્કરો કેબલ અને મશીનો સહિત રૂ.1.77 લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. કંપનીના સંચાલકે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી ભૂમિ રેસીડેન્સીમાં રહેતા સંતોષ પ્રભુનાથ મહંતોએ ફરીયાદ નોંધાવી છે કે, હું મકરપુરા જી.આઈ.ડી.સી.માં એન્જીનીયરીંગ કંપની ચલાવું છે. ગત તા.01/09/2024ના રોજ સવારના આઠ વાગ્યે અમે અમારી અસ્ટમંગલ ઇન્ડસ્ટ્રીયલપાર્ક ખાતે આવેલ કંપની પર આવી ગયા હતા. મારી કંપનીમાં મૌલ્ડીંગ મશીનના બેસ ફ્રેમ બનાવવાનું કામ કરે છે અને રાત્રીના આશરે સાડા આઠેક વાગ્યે હું તથા મારી કંપનીમાં કામ કરતાં માણસો મારી કંપનીના મેઇન ગેટને લોક મારી ઘરે જતાં રહ્યાં હતાં. ત્યારબાદ તા.07/09/2024ના સવારના કલાક આઠેક વાગ્યે હું મારી કંપની પર આવ્યો હતી મારી કંપનીની ઓફિસનું લોક તુટેલ હાલતમાં હતુ. જેથી મે કંપનીમાં લગાવેલા સી.સી.ટી.વી. કેમેરા ચેક કરતા ચાર અજાણ્યા ઇસમો કંપનીના પાછળના ભાગે પતરા મારેલ હોય તે પતરા તોડી ત્યાંથી કુદી મારી કંપનીમાં પ્રવેશ કરતો જણાયા હતા. જેઓ મારી કંપનીમાંથી ચોરીમાં ગયેલ વેલ્ડીંગ મશીનના કોપર કેબલ રૂ.35 હજાર તથા લોખંડની અંદર હોલ પાડવા માટેનું મેગ્નેટ ડ્રીલ મશીન સહિત અન્ય સામાન મળી રૂ.1,77,000 મત્તાની ચોરી કરી કરી ફરાર થઈ ગયા હતા. કંપની સંચાલકની ફરિયાદના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.

Share :

Leave a Comments