- આ જથ્થામાં નશાકારક આયુર્વેદિક કપ સીરપનો પણ નાશ કરાયો
વડોદરાના સાત પોલીસ સ્ટેશન વિસ્તારના પકડાયેલા દારૂ અને આયુર્વેદિક કફ સીરપના મોટા જથ્થા ઉપર આજે બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.
વડોદરા શહેર પોલીસ સ્ટેશનના ઝોન-1 હેઠળના જવાહર નગર, ગોરવા, લક્ષ્મીપુરા સહિતના સાત પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલી દારૂની રૂ.1.62 કરોડની કિંમતની 90 હજાર ઉપરાંતની બોટલનો કોર્ટના આદેશ મુજબ આજે સફાયો કરવામાં આવ્યો હતો.
નંદેસરી-જવાહર નગર રોડ ખાતેના ગ્રાઉન્ડ પર બોટલોનો જથ્થો કતારબદ્ધ રીતે ગોઠવીને ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સહિતના અધિકારીઓના નેજા હેઠળ તેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ જથ્થામાં વિવાદાસ્પદ બનેલી નશાકારક આયુર્વેદિક કપ સીરપનો જથ્થો પણ મૂકવામાં આવ્યો હતો.