બિલ્ડરની સાઇટ પર બુકિંગ-સેલિંગનું કામ કરતી એજન્સીના કર્મીએ 1.28 કરોડની ઉચાપત કરી

રિપા રઅિલ્ટીમાં કામ કરતાં રોશન જયસ્વાલે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

MailVadodara.com - 1-28-crore-embezzled-by-agency-worker-doing-booking-selling-on-builders-site

- સાઇટ પર બુકિંગ કરેલા 35 ગ્રાહકોના પૈસા કંપની કે બિલ્ડરને આપ્યા નહોતા

વડોદરા શહેરના હરણી રોડ વિસ્તારમાં આવેલી બિલ્ડરની સાઇટ પર બુકિંગ અને સેલિંગનું કામ કરતી એજન્સીના કર્મચારીએ 1.28 કરોડ રૂપિયાની ઉચાપત કરી છે. આ મામલે હરણી પોલીસે તેની સામે ગુનો નોંધ્યો છે અને આરોપીની શોધખોળ શરૂ કરી છે.

વડોદરા શહેરના આજવા-વાઘોડિયા રિંગ રોડ પર આવેલી ઓમ રેસિડેન્સીમાં રહેતા અને રિપા રિઅલ્ટીના નામે બિલ્ડરોની સાઇટ પર મકાનો-દુકાનોનું બુકીંગ, સેલિંગ, લોન, દસ્તાવેજ વગેરેનું કામ કરતા રોશન જયસ્વાલે હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હરણી વિસ્તારની ઓર્ચિડ સ્કાયરાઇઝ નામની મેટ્રિક્સ બિલ્ડકોનની સાઇટનું અમે કામ કરતા હતા. અમારી કંપનીમાં મનિષ સુરેશભાઇ સુથાર (રહે. દિયા ગ્રાન્ડસિટી, વડસર રોડ, વડોદરા) છેલ્લા 6 વર્ષથી કામ કરતા હોવાથી તેમને આ સાઇટ પર બુકિંગના કામ માટે રાખ્યા હતા પરંતુ, મે-2022થી જૂન-2024 દરમિયાન તેમણે આ સાઇટ પર બુકિંગ કરેલા 35 ગ્રાહકોના પૈસા અમારી કંપની કે બિલ્ડરને આપ્યા નહોતા. જેથી, તપાસ કરતાં આ પૈકી 1 કરોડ ઉપરાંતની રકમ તેમણે સગેવગે કરી હોવાની અને બાકીના 28.81 લાખ જેટલી રકમ તેના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી હોવાની માહિતી બહાર આવી હતી. જેથી હરણી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હરણી પોલીસે આ મામલે ગુનો નોંધ્યો છે અને આરોપી મનિષ સુરેશભાઇ સુથાર (રહે. દિયા ગ્રાન્ડસિટી, વડસર રોડ, વડોદરા)ની શોધખોળ શરૂ કરી છે.

Share :

Leave a Comments